સોશિયલ મીડિયાની એક પોસ્ટ દાવો કરે છે કે રાત્રે પિસ્તાનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે કારણ કે તેમાં મેલાટોનિન અથવા સ્લીપ હોર્મોનનું ઊંચું પ્રમાણ હોય છે. પરંતુ શું તે ખરેખર સાચું છે? જાણો
પિસ્તામાં વિટામિન બી હોય છે, જે ઊંઘને કંટ્રોલ કરવામાં અને તણાવ ઘટાડવામાં ભૂમિકા ભજવે છે. જો કે, પ્રમાણસર સેવન કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં કેલરી વધુ હોય છે.
પિસ્તા તેના પોષક તત્ત્વોને કારણે ઊંઘ પહેલાનો સારો નાસ્તો બની શકે છે. તેમાં પ્રોટીન, હેલ્થી ફેટ્સ અને ફાઇબર હોય છે, જે તમારું પેટ ભરેલું રાખી શકે છે.
પિસ્તામાં એમિનો એસિડ, ટ્રિપ્ટોફન જોવા મળે છે, સેરોટોનિન અને મેલાટોનિનના ઉત્પાદનમાં ફાળો આપી શકે છે, જે ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.
ક્વોલિટી સ્લીપ માટે, પિસ્તાને કાર્બોહાઇડ્રેટ સ્ત્રોત સાથે લો, જેમ કે આખા અનાજ કારણ કે આ ટ્રિપ્ટોફનની અસરોને વધારી શકે છે.
ધ્યાનમાં રાખો કે નિયમિત સારી ઊંઘનું રૂટિન બનાવો, સૂતા પહેલા સ્ક્રીનનો યુઝ કરવાનું ટાળો.
તમારા આહારમાં નોંધપાત્ર ફેરફાર કરતાં પહેલાં હેલ્થકેર એક્સપર્ટનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે.