એકટ્રેસ સોનાક્ષી સિંહાએ તાજતેરમાં એક ઈન્ટવ્યુમાં તેના કમ્ફર્ટ ફૂડની વાત કરી હતી, એકટ્રેસને મલ્ટીગ્રેનમાંથી બનતા હેલ્ધી પીઝા પરાઠા ખાવા પસંદ છે, હેલ્ધી પિઝા પરાઠા રેસીપી
2 કપ મલ્ટીગ્રેન લોટ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 કપ દહીં, 1/2 બેકિંગ પાઉડર, જરૂર મુજબ પાણી,1 ચમચી પીઝા સોસ,2 ચમચી ઘી, 1 રેડ કેપ્સિકમ, 5-6 મશરૂમ, 1 યેલો કેપ્સિકમ, 1 ગ્રીન કેપ્સિકમ, 1 સમારેલ ડુંગળી, મોઝરેલા ચીઝ, ચીલી ફ્લેક્સ
સૌ પ્રથમ મલ્ટીગ્રેન લોટમાં દહીં અને 1/2 ચમચી બેકિંગ પાઉડર અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો. હવે તેની થોડી જાડી રોટલી વણીને તવી ગરમ કરીને બન્ને સાઈડ સેકી લો.
હવે તૈયાર રોટલી પર પીઝા સોસ લગાવો તેમાં સમારેલ 3 કલરના કેપ્સિકમ મુકો.
ત્યારબાદ તેમાં સમારેલ મશરૂમ, મોઝરેલા ચીઝ અને સમારેલ ડુંગળી મુકો અને તવી પર ઘી ગરમ કરી પીઝાને 2 મિનિટ સુધી કુક કરો.
પીઝા તૈયાર થઇ જાય એટલે એને કટરથી કટ કરો ચીલી ફ્લેક્સ નાખો અને ગરમા ગરમ પીઝા સર્વ કરો.