2-3 સમારેલ ડુંગળી, 3- 4 સમારેલ કેપ્સિકમ, 1 કપ બાફેલી મકાઈ, 5-6 બ્રેડ સ્લાઈસ જરૂર મુજબ માયોનીઝ, પીઝા સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મોઝરેલા ચીઝ (ટેસ્ટ પ્રમાણે)
1 ચમચી ઘઉંનો લોટ અને જરૂર મુજબ પાણી
સૌ પ્રથમ એક પેનમાં સહેજ તેલ નાખીને સમારેલ ડુંગળી, સમારેલ કેપ્સિકમ, બાફેલી મકાઈ નાખીને 3-4 મિનિટ માટે સારી રીતે કુક કરી લો.
કુક થઇ જાય એટલે એક ડીશમાં કાઢો, હવે તે મિશ્રણમાં માયોનીઝ, પીઝા સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી સારી રીતે મિક્ષ કરો.
નાના બાઉલમાં 1 ચમચી ઘઉંનો લોટ અને તેમાં જરૂર મુજબ પાણી નાખી પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટનો ઉપયોગ પિઝા પોકેટની બ્રેડ સારી રીતે સ્ટિક થઇ જાય એના માટે ઉપયોગ કરો.
આમ બધી બ્રેડ સ્લાઈસમાં સ્ટફિંગ ભરીને તેના મર મોઝરેલા ચીઝ મુકો અનેતેની કિનારીમાં તૈયાર કરેલ પેસ્ટ લગાવો જેથી સ્ટફિંગ બહાર ન નીકળે.
પીઝા પોકેટ તૈયાર થઇ જાય એટલે તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો. થઇ જાય એટલે ગરમ ગરમ પીઝા પોકેટને સોસ સાથે સર્વ કરો.