હેલ્ધી પીઝા ઘરે જ બનાવો, બાળકોને પણ મજા પડી જશે

Jun 09, 2025, 07:48 PM

પીઝા બધાના ફેવરિટ

પીઝા બાળકો સહિત મોટાભાગના યુવાઓને પસંદ પડે છે. જોકે બહારના પીઝા મેંદાથી બનેલા હોય છે.

પીઝા રેસીપી

તમે ઘરે હેલ્થી પીઝા બનાવી શકો છો. અહીં ઘરે જ હેલ્ધી પીઝા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

પીઝા સામગ્રી

બાફેલા ચણા, દહીં, લીલા મરચા, બેકિંગ પાવડર, તેલ, ટામેટાની ચટણી, બાફેલી મકાઇ, ચીઝ, કેપ્સિકમ, ટામેટા, ગાજર, ડુંગળી, હળદર પાઉડર, પીઝા સોસ, ચીલી ફ્લેક્સ, પાણી, મીઠું.

પીઝા બનાવવાની રીત

ચણાને પાણીમાં પલાળીને તેને બાફી લો. તેમાં દહીં, સમારેલા લીલાં મરચાં, સ્વાદ મુજબ મીઠું અને પાણી ઉમેરીને પીસીને બેટર બનાવી લો. પીઝા ઝટપટ તૈયાર કરવા માંગો છો તો થોડો બેકિંગ પાવડર ઉમેરો.

સ્ટેપ 2

હવે એક પેન ગરમ કરો એમાં થોડું તેલ નાખો તેમાં ગાજર, કેપ્સિકમ, ટમાટર, ડુંગળીના નાના ટુકડા કરો અને સાંતળો. તમે પનીરને પણ સાંતળી શકો છો.

સ્ટેપ 3

તેમાં એક ચપટી હળદર પાવડર, મીઠું ઉમેરો અને ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો. હવે એક પેનમાં ચણાનું બેટર નાખો અને ગોળ શેપમાં ફેરવો બંને બાજુ પકાવો. આ રીતે પીઝા બેઝ બનાવી લો.

સ્ટેપ 4

તેના પર થોડી ટામેટાની ચટણી અથવા પિઝા સોસ લગાવો. તેના ઉપર બધા સાંતળેલા શાકભાજી ઉમેરો.

સ્ટેપ 5

તેમાં થોડું છીણેલું પનીર અને થોડા છીણેલા લાલ મરચા ઉમેરીને ઢાંકીને ધીમી આંચ પર પકાવો. થોડીવાર બાદ પીઝા થઇ તૈયાર થઇ જશે.

પીઝો સર્વ કરો

તમે પીઝા પર ચીઝ, ચીલી ફ્લેક્સ ઉમેરી શકો છો. તેને કોલ્ડ્રીંક્સ સાથે સર્વ કરી શકો છો.