પ્લાસ્ટિકના વાસણ સાફ કરવાની રીત, પીળાશ અને ચીકાશ થશે દૂર

Feb 27, 2025, 11:25 AM

પ્લાસ્ટિકના વાસણ સાફ કરવાની રીત

પ્લાસ્ટિકના વાણસ મોટાભાગના ઘરમાં વપરાય છે. જો કે સતત વપરાશથી આવા વાસણમાં પીળા ડાઘ લાગે છે અને ચીકણા થઇ જાય છે.

પ્લાસ્ટિક વાસણ સાફ કરવાની રીત

પ્લાસ્ટિકના ટિફિન વગેરે જેવા પ્લાસ્ટિકના વાસણમાં તેલવાળો ખોરાક કે હળદરની વાનગી રાખવાથી ચીકણા અને ડાઘ પડી જાય છે. ઘણી વખત સાબુ અને પાણીથી ધોયા પછી પણ તે સંપૂર્ણ સાફ થતી નથી.

પ્લાસ્ટિક વાસણ સાફ કરવાની ટીપ્સ

અહીં પ્લાસ્ટિકના વાસણ ધોવાની સરળ રીત આપી છે. તેનાથી ડાઘ અને ચીકાશ એકદમ સાફ થઇ જશે. પ્લાસ્ટિકના વાસણ નવા જેવા ચમકવા લાગશે.

સફેદ સરકો

એક મોટા વાસણમાં સમાન માત્રામાં ગરમ પાણી અને સફેદ સરકો મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો. હવે, આ મિશ્રણમાં ડાઘવાળા પ્લાસ્ટિકના વાસણ આખી રાત ડુબાડી રાખો. બીજા દિવસે સવારે પ્લાસ્ટિકના વાસણને સ્પોન્જ વડે ઘસીને સાબુ વાળા ગરમ પાણીમાં ઘોઇ નાંખો. આમ કરવાથી વાસણ માંથી ડાઘ સરળતાથી સાફ થઈ જશે.

બેકિંગ સોડા

1 ચમચી પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા નાંખી એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને નરમ સ્પોન્જ વડે વાસણ પર ડાઘ વાળી જગ્યા પર લગાવો અને તેને 5 - 10 મિનિટ રહેવા દો. ત્યાર બાદ સ્પોન્જને ફરીથી ભીનું કરી વાસણને હળવા હાથે ઘસો. છેલ્લે સાબુ વાળા ગરમ પાણીમાં ધોઈ નાંખો. 1-2 વખત આ રીતે વાસણ ધોવાથી ડાઘ દૂર થઇ જશે.

મીઠું અને ડિશ સાબુ

મીઠું એક કુદરતી સ્ક્રબર તરીકે કામ કરે છે, જે ચિકાસ અને તેલના ડાઘ દૂર કરવામાં અસરકારક છે. એક બાઉલમાં થોડું મીઠું લો અને તેમાં ડીશ સાબુના થોડા ટીપાં નાંખો. આ મિશ્રણથી વાસણોને સ્ક્રબ કરી ગરમ પાણી વડે ધોઈ લો. પ્લાસ્ટિકના વાસણની ચીકાશ દૂર થઇ જશે.

રબિંગ આલ્કોહોલ

આ બધાથી અલગ વાસણાના પીળા ડાઘ દૂર કરવા માટે તમે રબિંગ આલ્કોહોલની મદદ લઈ શકો છો. આ માટે એક વાસણમાં રબિંગ આલ્કોહોલ લો અને તેમાં વાસણને 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો. હવે વાસણને સ્પોન્જ વડે ઘસી સાબુ વાળા ગરમ પાણીમાં ધોઇ લો. આ રીતે ધોવાથી વાસણમાંથી ચીકાશ અને ડાઘ દૂર થશે.

પ્લાસ્ટિક વાસણ હાનિકારક

એક વાતનું ધ્યાન રાખો હંમેશા સારી ક્વોલિટીના પ્લાસ્ટિક વાસણનો ઉપયોગ કરવો. આમ તો પ્લાસ્ટિકના વાસણમાં ભોજન રાખવું કે જમવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.