ઉનાળો શરૂ થતાં જ લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ નુસખા અજમાવતા હોય છે.
આવી સ્થિતિમાં જવબા કરતા અલગ અલગ પીણા પીવા વધારે ગમે છે.
ઉનાળામાં શેરડીનો રસ, કેરીનો રસ, મોસંબીનો રસ સહિત વિવિધ જ્યૂસ બજારમાં મળે છે.
ત્યારે ઉનાળામાં તમે ગરમીથી બચવા માટે દાડમ કૂલર બનાવી શકો છો. જે ઘરે બનાવવું એકદમ સરળ છે.
1 કપ દાડમના દાણા, 1 ચમચી લીંબુનો રસ, 4 ચમચી મધ, આદુનો એક નાનો ટુકડો, 0.25 ચમચી મીઠું, 8 ફુદીનાના પાન, 4 લીંબુના ટુકડા, 1.5 કપ પાણી.
દાડમ કૂલર બનાવવા માટે એક મીક્સર જારમાં એક કપ દાડના દાણા લો, જેમાં અડધું લીંબુ નીચોવી દો, તેમાં ચાર ચમચી મધ ઉમેરો.
આ સામગ્રીમાં સ્વાદ અનુસાર મીઠું કે સંચળ નાંખો, ફૂદીનાના પાન નાંખો અને 1.5 કલ પાણી નાંખીને સારી રીતે ગ્રાઈન્ડ કરો.
એક બાઉલમાં ગરણી વડે આ મીક્સરને ગાળી લો. તેમાં ફૂદીનાના પત્તા એકદમ ઝીણાં કાપીને નાંખો (આ ઓપ્શનલ છે)
ત્યારબાદ આ મીક્સરને ફ્રીઝમાં રાખો અથવા એક ગ્લાસમાં બે ત્રણ આઈસ ક્યૂબનાંખીને સર્વ કરો.