5-6 ખમણના ટુકડાનો ભૂકો, 250 ગ્રામ તાજા જુવાર પોંક, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 કપ ચણાનો લોટ, 3 સમારેલ ડુંગળી, ક્રશ કરેલી થોડી વરિયાળી, જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું અને તળવા માટે તેલ
સૌ પ્રથમ એક બાઉલમાં ખમણના ટુકડાનો ભૂકો નાખો, તેમાં ફ્રેશ જુવારના પોંક મિક્ષ કરો.
મિક્ષ કર્યા બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ, ચણાનો લોટ, સમારેલ ડુંગળી અને ક્રશ કરેલી થોડી વરિયાળી ઉમેરો.
હવે તેમાં જરૂર મીઠું અને પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં બધા પોંક વડા તળીને તૈયાર કરો.
બધા પોંક વડા તળાઈ જાય એટલે એક સર્વિંગ ડીશમાં લઇ ચટણી અથવા કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરો.