પોટેટો 65, બટાકાની નવી રેસીપી, બાળકોને મજા પડશે !

Jun 17, 2025, 03:12 PM

પોટેટો 65 બટાકામાંથી બનતો ચટપટો નાસ્તો છે, બાળકોને હંમેશા ક્રિસ્પી અને ચટપટા નાસ્તા કરવા ગમે છે, તેઓ દરરોજ કંઈક નવું માંગે છે, એવામાં તમે ઓછી સામગ્રીમાં ઘરે બટાકા ની રેસીપી પોટેટો 65 બનાવી શકો છો, જાણો રેસીપી

પોટેટો 65 રેસીપી સામગ્રી

5-6 મોટા છોલેલા બટાકા, 3 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી કોર્નફ્લોર, લાલ મરચાં પાવડર, મીઠું, કાળા મરી, આદુ-લસણની પેસ્ટ

પોટેટો 65 રેસીપી સામગ્રી

જરૂર મુજબ તેલ, સમારેલ ડુંગળી, લસણ, કાપેલા લીલા મરચાં, મીઠો લીમડો, થોડા લાલ મરચા, કાશ્મીરી લાલ મરચાં પાવડર, ગરમ મસાલો, મીઠું અને 1/2 ચમચી ખાંડ, 3-4 ચમચી દહીં

પોટેટો 65 રેસીપી

બટાકા છોલીને છીણી લો, તેને 2-3 વાર ધોઈ લો અને બધું પાણી નીતરી જાય ત્યાં સુધી દબાવો.

પોટેટો 65 રેસીપી

મિશ્રણમાં 3-4 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી કોર્નફ્લોર, કાશ્મીરી લાલ મરચાં પાવડર, મીઠું, કાળા મરી, આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

પોટેટો 65 રેસીપી

બેટરમાં નાના ગોળા બનાવો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો, હવે એક પેનમાં થોડું તેલ ઉમેરો.

પોટેટો 65 રેસીપી

તેમાં બારીક સમારેલી ડુંગળી, લસણ, કાપેલા લીલા મરચાં, મીઠો લીમડો, થોડા લાલ મરચાં ઉમેરો અને થોડી વાર સાંતળો.

પોટેટો 65 રેસીપી

હવે તેમાં કાશ્મીરી લાલ મરચાં પાવડર, ગરમ મસાલો, મીઠું અને 1/2 ચમચી ખાંડ ઉમેરો જેથી સ્વાદ સંતુલિત થાય, તેને સારી રીતે મિક્સ કરો.

પોટેટો 65 રેસીપી

હવે 3-4 ચમચી દહીં ઉમેરો અને થોડી વાર કુક કરો, તળેલા ગોળા ઉમેરો અને આ ચટણીમાં નાખો, અને ગરમ ગરમ પીરસો.

jowar pulao recipe। હેલ્ધી અને પૌષ્ટિક જુવાર પુલાવ, આ રીતે બનાવો, વજન ઘટશે