Oct 06, 2025

આલુ ચિલ્લા રેસીપી, એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે

Ashish Goyal

અલગ નાસ્તો

દરરોજ સવારમાં એક જ નાસ્તો ખાઇને કંટાળી ગયા હોય અને કશુંક અલગ ખાવાની ઇચ્છા હોય તો બટાકાના ચિલ્લા બનાવી શકો છો.

Source: social-media

બટાકા ચિલ્લા રેસીપી

આ એક ટેસ્ટી વાનગી છે. તમે જ ઘરે જ આસાનીથી બનાવી શકો છો. આલુ ચિલ્લાની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

બટાકા ચિલ્લા સામગ્રી

બાફેલા બટાકા, ચણાના લોટ, સોજી, તેલ કે ઘી, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, ધાણા જીરું પાઉડર, છીણેલું આદુ, લાલ મરચું પાવડર, હળદર પાઉડર, મીઠું.

Source: social-media

આલુ ચિલ્લા બનાવવાની રીત, સ્ટેપ 1

બટાકાને છોલી લો અને તેને પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને છીણી લો અને તરત જ તેને ઠંડા પાણીમાં ડુબાડી દો જેથી તે કાળા ન થાય. આ પછી બટાકાને પાણીમાંથી બહાર કાઢો અને વધારાનું પાણી હાથથી સારી રીતે નિચોવી લો.

Source: social-media

સ્ટેપ 2

ત્યારબાદ એક મોટા બાઉલમાં છીણેલા બટાકા નાખો. તેમાં ચણાનો લોટ, સોજી, બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં, છીણેલું આદુ, ધાણાજીરું, જીરું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ભેળવી દો.

Source: social-media

સ્ટેપ 3

તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ અને સુંવાળું બેટર બનાવો. બેટર વધારે પાતળું કે વધારે જાડુ ના હોવું જોઈએ. બેટરને ઢાંકી દો અને 5-10 મિનિટ સુધી રહેવા દો જેથી સોજી ફૂલી જાય.

Source: social-media

સ્ટેપ 4

એક નોન-સ્ટીક પેન ગરમ કરો. પેનને થોડું તેલ અથવા ઘી થી ગ્રીસ કરો. મધ્યમ ગેસ રાખી પેન ઉપર બેટર નાખો અને તેને ધીમે ધીમે ગોળાકાર ગતિમાં ફેલાવો. ક્રિસ્પી ચીલા બનાવવા માટે શક્ય તેટલું પાતળું ફેલાવો.

Source: social-media

સ્ટેપ 5

ચિલ્લાની કિનારીઓ અને ઉપર થોડું તેલ અથવા ઘી નાખો. એક બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. આ પછી ચિલ્લાને ફેરવી બીજી બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો.

Source: social-media

ક્રિસ્પી બટાકાના ચિલ્લા તૈયાર

આ રીતે તમારા ક્રિસ્પી બટાકાના ચિલ્લા તૈયાર થઇ જશે. બટાકાના ચિલ્લાને પ્લેટમાં કાઢીને લીલી ચટણી, ટામેટા કેચઅપ અથવા દહીં સાથે પીરસો.

Source: social-media

Source: social-media