Potato Cheese Corn Tikki : બટાકા, મકાઈ અને ચીઝમાંથી બનાવો નવો નાસ્તો, બાળકોને ખુબજ ભાવશે

Jul 04, 2024, 12:31 PM

ચોમાસામાં બાળકોને નાસ્તામાં કંઈક ચટપટુ, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા થાય તો બટાકા, મકાઈ અને ચીઝમાંથી અનોખો નાસ્તો, પોટેટો ચીઝ કોર્ન ટિક્કી બનાવો, જાણો રેસીપી

સામગ્રી

250 ગ્રામ બાફેલા બટાકા, 200 ગ્રામ બાફેલી મકાઈ, છીણેલું ચીઝ, 1 ચમચી મીઠું, 1/2 મરી પાઉડર અને 1 ચાટ મસાલા

મેથડ

સૌ પ્રથમ બટાકા અને મકાઈ બાફી લો, બટાકા બાફ્યા બાદ તેને મેશ કરો અને બાફેલી મકાઈને મિક્ષરમાં બ્લેન્ડ કરી લો.

પોટેટો ચીઝ કોર્ન ટિક્કી રેસીપી

ત્યારબાદ મકાઈ અને બટાકાના સાથે મિક્ષ કરો અને તેમાં મીઠું, ચાટ મસાલા અને મરી પાઉડર ઉમેરી સારી રીતે મિક્ષ કરો.

પોટેટો ચીઝ કોર્ન ટિક્કી રેસીપી

હવે તે પ્રોપર મિક્ષ થઇ જાય એટલે ચીઝને છીણી લો, અને બટાકા અને મકાઈમાં ચિઝનું સ્ટફિંગ કરો અને બ્રેડક્રમ્સમાં ડીપ કરો.

પોટેટો ચીઝ કોર્ન ટિક્કી રેસીપી

બ્રેડક્રમ્સમાં ડીપ કર્યા બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો અને બધી તૈયાર કરેલી ટિક્કી ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી ફ્રાય કરો.

પોટેટો ચીઝ કોર્ન ટિક્કી

હવે તૈયાર ટિક્કીને ગ્રીન ફુદીનાની ચટણી અને ટામેટા સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

Jamnagari Ghughra Recipe : જામનગર ના પ્રખ્યાત તીખા ઘૂઘરા બનાવવાની રીત સરળ રીત, ચોમાસામાં ઘૂઘરા મજેદાર ઘૂઘરાની મજા માણો