3 છીણેલા બટાકા, એક બારીક સમારેલી ડુંગળી, 2 ચમચી ચણાનો લોટ, એક છીણેલું ગાજર, 1 ચમચી બારીક સમારેલું લસણ
1 ચમચી બારીક સમારેલું આદુ, 1 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, તેલ
બટાકાના ચીલા બનાવવા માટે, બટાકા છોલીને છીણી લો. છીણેલા બટાકાને સારી રીતે ધોઈને સાફ કરો. તેમાંથી પાણી નિચોવી લો.
હવે તેને એક બાઉલમાં નાખો. આમાં છીણેલું ગાજર, બારીક સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરો. આમાં તમે તમારી પસંદગીની કોઈપણ શાકભાજી જેમ કે બારીક સમારેલી કોબીજ પણ ઉમેરી શકો છો.
હવે તેમાં એક ચમચી આદુ અને બારીક સમારેલું લસણ ઉમેરો. તેમાં બે ચમચી ચણાનો લોટ અને એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરો.
બધું મિક્સ કરો. હવે બેટરને તવામાં નાખો, ધીમે દબાવીને ફેલાવો અને તેને સારી રીતે કુક કરો. તેલ ઉમેરો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરો થઇ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.