ઉપવાસમાં મોટાભાગની ફરાળી વાનગી બટાકામાંથી બને છે. બટાકાની સુકી ભાજી, બફવડા જેવી ફરાળી વાનગી ખાઇ તમે કંટાળી ગયા છો, તમે બટાકાનો શીરો ટ્રાય કરી શકો છો. જે રાજગરાના શીરા કરતા વધુ ટેસ્ટી છે.
4 વ્યક્તિ માટે બટાકા શીરો બનાવવાની સામગ્રી - 5 ગ્રામ બાફેલા બટાકા, 3 - 4 ચમચી ઘી, 100 મિલિ દૂધ 100 ગ્રામ ખાંડ, એલજી પાઉડર, ડ્રાયફ્રુટના ટુકડા
બટાકા શીરો બનાવવા માટે સૌથી પહેલા કુકરમાં બટાકા બાફી લો અને તેની છાલ ઉતારી ખમણી પર છીણી લો
ગેસ પર એક કઢાઈમાં 3 - 4 નાની ચમચી ઘી નાંખી ગરમ થવા દો, ત્યારબાદ કઢાઈમાં છીણેલા બાફેલા બટાકા નાંખો, બટાકાને ચમચી વડે બરાબર મિક્સ કરી લો
કઢાઈમાં બટાકા ચોંટી ન જાય તે માટે સતત હલાવતા રહો, બટાકામાંથી ઘી છુંટુ થાય ત્યાં સુધી પકવવા દો,
હવે કઢાઈમાં 1 કપ દૂધ નાંખી બરાબર મિક્સ કરો, દૂધ બળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો
બટાકા સહેજ બ્રાઉન થાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો
બટાકાના શીરાની સુગંઘ આવવા લાગે એટલે તેમા એલચી પાઉડર અને તમારા મનપસંદ ડ્રાયફુટ્સના ટુકડા ઉમેરો બરાબર મિક્સ કરો
હવે એક કાચના બાઉલમાં બટાકાનો શીરો સર્વ કરી