બટાકા માંથી ઘણી સ્વાદિષ્ટ બને છે. બટાકાનું શાક, બટાકા વડા, આલુ પરાઠા વગેરે તો બધા ખાધા જ હશે. સામાન્ય રીતે આપણે બટાકાની વાનગી બનાવતી વખતે તેની છાલ કાઢીને ફેંકી દઇયે છીએ. જો કે હવેથી બટાકાની છાલ ફેંકતા નથી.
અહીં બટાકાની છાલ માંથી ક્રિસ્પી ચીપ્સ બનાવવાની સિક્રેટ રેસીપી આપી છે. બટાકાના છાલની ચીપ્સી ટેસ્ટમાં બટાકાની વેફર કરતા બેસ્ટ લાગે છે.
બટાકાની છાલ, તેલ, ચાટ મસાલા, આમચૂર પાઉડર, કાળું મીઠું, કાળા મરી પાઉડર
બટાકાને પાણીમાં બરાબર ઘોઇ સાફ કરી લો. બટાકાની છાલ પર ધૂળ માટી કે ગંદકી ન હોય તેનું ધ્યાન રાખો.
બટાકાની છાલ કાઢી લો. બટાકાની છાલ થોડીક જાડી અને લાંબી કાપવી.
બટાકાની છાલ પાણીમાં ઘોઇ કાપડ કે પેપર પર ફેલાવી દો, જેથી બધું પાણી શોષાય જશે.
એક બાઉલમાં બટાકાની છાલ નાંખી મીઠું ભભરાવી દો.
ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરો. તેમા બટાકાની છાલ ફ્રાય કરો.
બટાકાની છાલ એકદમ ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં તળવાની છે
એક બાઉલમાં તળેલી બટાકાની છાલની ચીપ્સ પર ચાટ મસાલો, કાળું મીઠું અને કાળા મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.સ્વાદ વધારવા માટે તમે લીંબુનો રસ પણ નીચોવી શકાય છે.
આ રીતે ઘરે બનાવેલી બટાકાની છાલની ચિપ્સ ક્રિસ્પી ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે. હવે બટાકાની છાલ કચરામાં ફેંકી દેવાના બદલે તેમાંથી આ વાનગી જરૂર બનાવજો.