આ પ્રોટીન પાઉડર વજન ઉતારવામાં કરશે મદદ, ઘરે બનાવો આ રીતે

Jan 12, 2023

shivani chauhan

એક નોન સ્ટિક પેનને ગરમ કરો અને મીડીયમ ફ્લેમ પર બદામને 3 થી 4મિનિટ સુધી શેકો, તેને બરાબર હલાવતા રહો, હવે ગેસ સ્ટવ પરથી ઉતારી મોટી પ્લેટમાં મુકો.

એજ સેમ પેનમાં અખરોટ અને સીંગ ને 3 થી 4 મિનિટ સુધી શેકો, ત્યારબાદ પ્લેટમાં કાઢો. 

પેનમાં પિસ્તા અને કાજુને મીડીયમ ફ્લેમ પર 3 મિનિટ માટે ગરમ કરો. તેને અલગ પ્લેટમાં રાખો.

ત્યારબાદ પમ્પકીન સીડ્સ અને મેલન સીડ્સ ( ટેટીના બી) અને અળસીના બીને 2 થી 3 મિનિટ માટે ગરમ કરો. તેને એક પ્લેટમાં કાઢો અને ઠંડા થવા દો.

આ બધું મિક્ક્ષર ઠંડુ થાય એટલે તેમાં ચિયા સીડ્સ અને ખારેક મિક્ષ કરો.

આ મિક્ક્ષરને બ્લેન્ડ કરી પાઉડર બનાવો. તો તૈયાર છે પ્રોટીન પાઉડર

આ પાઉડર તમે દૂધમાં મિક્ષ કરીને સવારે ડાયટમાં લઇ શકો છો જે વેઇટ લોસ કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.