કોળુ (Pumpkin) માત્ર ખાવા માટે જ નહીં પણ તમારી સ્કિન માટે પણ ફાયદાકારક છે. કોળામાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે અને તેને ચમકદાર બનાવે છે.
ખાસ કરીને શિયાળા દરમિયાન જ્યારે તમારી સ્કિનને વધુ કાળજીની જરૂર હોય ત્યારે કોળાનો ફેસ માસ્ક કુદરતી અને અસરકારક ઉપાય બની શકે છે. જો તમારે પણ સ્કિનને ગ્લોઈંગ બનાવી હોઈ તો કોળાના ફેસ માસ્કના ફાયદા જાણો
કોળુ ફેસ માસ્ક સ્કિનની ટેનિંગ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં પ્રાકૃતિક ઉત્સેચકો હોય છે જે સ્કિનને એક્સ્ફોલિયેટ કરે છે અને તેને સાફ અને ચમકદાર બનાવે છે.
કોળુ એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર છે. તે સ્કિનની કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઘટાડવામાં મદદ કરે છે.
કોળામાં હાજર ઝિંક અને પોટેશિયમ ખીલ મટાડવામાં અને સ્કિનને રાહત આપવામાં મદદ કરે છે.
કોળાના ફેસ માસ્કનો નિયમિત ઉપયોગ ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે.
કોળામાં વિટામિન A, C અને E ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે અને તેને નરમ બનાવે છે.