આ લીલા બીજ પોષક તત્વોનો ખજાનો, ડાયાબિટીસ કન્ટ્રોલમાં મદદરૂપ

Jan 10, 2025, 03:01 PM

કોળાના બીજ ખાવાના ફાયદા

પમ્પકીન સીડ એટલે કે કોળાના બીજ પોષક તત્વોથી ભરપૂર સુપરફુડ છે. તેનું સેવન શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની સાથે ડાયાબિટી કન્ટ્રોલ અને વેટ લોસ કરવામાં મદદરૂપ થાય છે.

હાડકાં મજબૂત કરશે

કોળાના બીજમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

ડાયાબિટીસ કન્ટ્રોલ કરશે

પમ્પકીન સીડ ઓક્સિડેટીવ તણાવ ઘટાડી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ સીડમાં બીજમાં સુપાચ્ય પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ સુગર લેવલ સ્થિર રાખે. ડાયાબીટીસ દર્દી આ સીડ્સ ડાયટમાં સામેલ કરીને ઘણા સ્વાસ્થ્ય ફાયદા મેળવી શકે છે.

વેટ લોસ કરવામાં મદદરૂપ

પમ્પકિન સીડ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. તેમા ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે તમને તૃપ્ત રાખે છે અને તમને બિનજરૂરી ખાવાથી રોકે છે.

વાળ મજબૂત રાખશે

કોળાના બીજ ઓમેગા-3 ફેટી એસિડ અને ઝીંકથી ભરપૂર હોય છે, જે વાળને મજબૂત બનાવે છે અને સ્કિનને હેલ્ધી રાખે છે. તેમા ક્યુકરબીટાસિન હોય છે, જે એક વિશિષ્ટ એમિનો એસિડ છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે.

સ્ત્રીઓ માટે ફાયદાકારક

કોળાના બીજમાં ફાયટોએસ્ટ્રોજેન્સ હોય છે જે સ્ત્રીઓમાં હોર્મોન્સને સંતુલિત કરવામાં અને મેનોપોઝ સાથે સંકળાયેલી સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરી શકે છે.

કોળાના બીજનું સેવન કેવી રીતે કરવું?

તમારે મીઠા વગર કોળાના બીજનું સેવન કરવું જોઈએ. કાચા અથવા હળવા શેકેલા પમ્પકીન સીડ વજન ઘટાડવામાં મદદ કરશે.

કોળાના બીજનું સેવન કેવી રીતે કરવું?

તમે સલાડ, સ્મૂધી અને ઓટ્સમાં પમ્પકીન સીડ ઉમેરી સેવન કરી શકો છો.