Jul 09, 2025
500 ગ્રામ સમારેલું કોળું, 1 નંગ ડુંગળી (ઝીણી સમારેલી), 4-5 કળી લસણ (ઝીણું સમારેલું), 1 ઇંચનો ટુકડો આદુ (છીણેલું), 1 નંગ ગાજર
શાકભાજીનો સૂપ અથવા પાણી 4 કપ, 1/2 કપ દૂધ અથવા ક્રીમ, 2 ચમચી તેલ, 1 ઇંચ તજનો ટુકડો, 2-3 લવિંગ, 4 આખા મરી, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી મરી પાવડર
સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં તજ, લવિંગ અને આખા મરી ઉમેરીને સાંતળો, તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો.
ત્યારબાદ ઝીણું સમારેલું લસણ અને છીણેલું આદુ ઉમેરીને સાંતળો, હવે કોળાના ટુકડા અને જો ઉમેરતા હોય તો ગાજરના ટુકડા ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને 7 મિનિટ માટે સાંતળો.
શાકભાજીનો સૂપ અથવા પાણી ઉમેરો. મીઠું અને મરી પાવડર ઉમેરો, કડાઈને ઢાંકીને કોળું અને ગાજર નરમ પડે ત્યાં સુધી ઉકાળો, થઇ જાય એટલે તજ, લવિંગ અને આખા મરી કાઢી લો.
આ મિશ્રણને બ્લેન્ડરમાં એકદમ સ્મૂધ પ્યુરી બનાવી લો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો, ક્રીમ ઉમેરવા માંગતા હોય તો આ ઉમેરીને બરાબર મિક્સ કરો અને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.
ગરમાગરમ પમ્પકિન સૂપને સર્વિંગ બાઉલમાં કાઢી લો. ઉપરથી થોડા તાજા ધાણા અને કોળાનો બીજથી ગાર્નિશ કરીને સર્વ કરો.