પનીર માંથી વિવિધ પ્રકારની સબ્જી અને વાનગી બને છે. ખાસ કરીને પંજાબી સબ્જીમાં પનીરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી છે. અહીં પંજાબી સ્ટાઇલ કાજુ પનીર મસાલાનું શાક બનાવવાની રેસીપી આપી છે.
પનીર, કાજુ, ઝીણી સમારેલી, ડુંગળી, ટામેટા, લસણ, આદુ, દહીં અને ફ્રેશ ક્રિમ, ગરમ મસાલો, લાલ મરચા પાઉડર, ધાણા જીરું પાઉડર, પનીર સબ્જી મસાલા, લીલા મરચા, હળદર પાઉડર, મીઠું, તેલ, કોથમીર, તમાલ પત્ર
કાજુ પનીર બનાવવા માટે એક પેનમાં થોડુંક તેલ નાંખી કાજુ અને પનીર સહેજ બ્રાઉન ફ્રાય કરો.
એક પેનમાં થોડુંક તેલ નાંખી સમારેલી ડુંગળી, ટામેટા, લસણ, આદુ, તમાલ પત્ર, લીલા મરચા સહેજ ફ્રાય કરો. શાકભાજીમાં મીઠું ઉમેરીને ઢાંકી દો, તેનાથી ઝડપથી નરમ થશે. ત્યાર બાદ મિક્સર જારમાં ઘટ્ટ પેસ્ટ બનાવો. જો તમે તૈયાર પેકેટ મસાલાના ઉપયોગ ન કરતા હોય તો આખા ગરમ મસાલાને પણ આ શાકભાજી સાથે ફ્રાય કરીને મિક્સરમાં પીસી લો.
એક પેનમાં તેલ ગરમ કરો, તેમા ઝીણી સમારેલી ડુંગળી ગોલ્ડન બ્રાઉન સાંતળો.
ત્યાર પછી ડુંગળી ટામેટા અને આખા મસાલાની ગ્રેવી ઉમેરી કાજુ પનીર સબ્જીનો મસાલો તૈયાર કરો. ગ્રેવી મિડિયમ તાપે પકવવી અને પેનમાં દાઝી કે નીચે ચોંટી ન જાય તેની માટે સતત હલાવતા હતો. ગ્રેવી દાઝ નહીં તેની માટે થોડુંક પાણી ઉમેરવું.
હવે ગ્રેવી સહેજ રંધાઇ જાય ત્યારે લાલ મરચા પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર પાઉડર, પનીર સબ્જીનો મસાલો કે ગરમ મસાલો અને મીઠું ઉમેરી ગ્રેવીને ફ્રાય થવા દો. ગ્રેવી માંથી તેલ છુટું પડે ત્યા સુધી ફાય કરવી.
ગ્રેવી મસાલો બરાબર રંધાઇ ગયા બાદ ગેસ ધીમો કરી દો અને પછી તેમા દહીં કે ફ્રેશ ક્રિમ ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી દો. તેમા દહીં કે ક્રિમના બદલે કાજુની પેસ્ટ પર વાપરી શકાય છે.
મસાલો બરાબર ફ્રાય થાય છે તેમા ફ્રાય કરેલા કાજુ અને પનીર ઉમેર, બધી સામગ્રી બરાબર મિક્સ કરીને 5 થી 10 મિનિટ ઢાંકીને પકવવા દો.
પંજાબી ઢાબા સ્ટાઇલ કાજુ પનીર મસાલા સબ્જી તૈયાર છે. એક બાઉલમાં ગરમાગરમ કાજુ પનીર મસાલા સબ્જીમાં લીબુંનો રસ અને લીલા ધાણા ઉમેરી બટર રોટલી કે નાન સાથે સર્વ કરો.