Pural Poli Recipe : પુરણ પોળી બજાર જેવી ઘરે બનાવો, જાણો રેસીપી

Sep 25, 2024, 04:12 PM

પુરણ પોળી ભારતના ઘણા પ્રદેશોમાં ખવાતી એક ખાસ વાનગી છે. અહીં પુરણ પોળી રેસીપી (Recipe) શેર કરી છે, જે ખુબજ સરળ છે, જાણો રેસીપી

સામગ્રી

1/2 કપ પલાળેલી ચણાની દાળ (2 કલાક પલાળી રાખો), મીઠું, થોડી હળદર અને પાણી, 1/2 કપ ગોળ, 1 ટીસ્પૂન ઈલાઈચી પાવડર, એક ચપટી જાયફળ, સહેજ ઘી

પુરણ પોળી રેસીપી

સૌ પ્રથમ ઘઉંનો લોટમાં પાણી,મીઠું અને ચપટી હળદર પાઉડર નાખીને કણક તૈયાર કરો અને થોડી વાર માટે રેસ્ટ આપો.

પુરણ પોળી રેસીપી

હવે ચણાની દાળને બાફી લો. દાળને પ્રેશર કુકરમાં રાંધતી વખતે વધારે પાણી ન ઉમેરશો નહીં, જેથી દાળ થોડી ડ્રાય રહે.

પુરણ પોળી રેસીપી

તમારે 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી દાળ કુક કરવાની જરૂર છે. થઇ જાય દાળને સારી રીતે મેશ કરો જેથી તે સરળ બને, તમે તેને બ્લેન્ડ પણ કરી શકો.

પુરણ પોળી રેસીપી

હવે દાળનું ભરણ કણકમાં સારી રીતે ભરો અને તે સમાન હોવું જોઈએ. હવે રોટલી વણીને રાંધવા માત્ર ઘી સાથે મધ્યમ આંચ પર શેકી લો એટલે તમારી પુરણ પોળી તૈયાર છે.

Jowar Palak Dhokla Recipe | ઓછી મહેનતમાં બનાવો જુવાર પાલક ઢોકળા