2-3 સમારેલ ડુંગળી, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને કોથમીર
3 કપ ઘઉનો લોટ, 1/2 ચમચી મીઠું, જરૂર મુજબ પાણી, 2 ચમચી તેલ.
સૌ પ્રથમ પરાઠા માટે ઘઉનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, જરૂર મુજબ પાણી ઉમેરી અને 2 ચમચી તેલ નાખી લોટ બાંધો. તેને 5-10 મિનિટ માટે રેસ્ટ આપો.
ત્યારબાદ ડુંગળીને સમારી લો તેમાં 1/2 લાલ મરચું પાઉડર, 1/2 ચમચી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ઉમેરી મિક્ષ કરો. હવે રોટલી વણી તેમાં આ મિશ્રણને સ્ટફિંગ કરો અને ફરી વણી લો.
હવે પેનમાં સહેજ તેલ અથવા ઘી નાખી આ પરાઠાને બન્ને સાઈડ સારી રીતે કુક કરીને શેકી લો. હવે એક ડીશમાં કાઢી સર્વ કરો