Ragi Chilla Recipe | સવારે નાસ્તામાં બનાવો પૌષ્ટિક રાગી ચિલ્લા, જાણો રેસીપી

Nov 08, 2024, 03:46 PM

સામગ્રી

1 કપ રાગીનો લોટ, 1 કપ ચણાનો લોટ, સમારેલા શાકભાજી, (ડુંગળી, કેપ્સિકમ, બીટરૂટ, કોથમીર, ગાજર, કોબી, પાલક, તમારા મનપસંદ શાકભાજી!), ½ ટીસ્પૂન લાલ મરચું પાવડર, ½ ટીસ્પૂન જીરું પાવડર, ½ ટીસ્પૂન ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી દહીં, પાણી જરૂર મુજબ, તેલ અને તલ

રાગી ચિલ્લા રેસીપી

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં રાગીનો લોટ, બેસન, દહીં ઉમેરો એમાં બધા સમારેલ શાકભાજી જેમ કે ડુંગળી, કેપ્સિકમ, બીટરૂટ, કોથમીર, ગાજર, કોબી, પાલક ઉમેરો.

રાગી ચિલ્લા રેસીપી

હવે એમાં બધા જરૂરી મસાલા ઉમેરો જેમ કે લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, કોથમીર ઉમેરીને સહેજ પાણી નાખો.

રાગી ચિલ્લા રેસીપી

યોગ્ય માત્રામાં પાણી ઉમેરીને બેટર તૈયાર કરો હવે થોડી વાર માટે બેટરને રેસ્ટ આપો.

રાગી ચિલ્લા રેસીપી

ત્યારબાદ એક પેન ગરમ કરો એમાં થોડું તેલ નાખીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.એના પર થોડા તલ નાખો અને કુક થવા દો.

રાગી ચિલ્લા રેસીપી

થઇ જાય એટલે રાગી ચિલ્લાને દહીં અથવા ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

Amla Shot Recipe : સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો આમળા શોટ, જાણો રેસીપી