Ragi Laddu Recipe : બદલાતી મોસમમાં ઇમ્યુનીટી મજબૂત કરશે રાગી લાડુ, જાણો બનાવાની સરળ રેસીપી

Jun 26, 2024, 04:07 PM

બદલાતી મોસમમાં ઓછી ઇમ્યુનીટી ધરાવતા લોકોને તરત ખાંસી, શરદી, તાવ જેવા વાયરલ ઇન્ફેકશનની ચિંતા રહે છે, પરંતુ રાગી એક ગુણકારી મિલેટ છે તેમાંથી બનતા લાડુ તમારી ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરશે, જાણો રાગી લાડુ રેસીપી

સામગ્રી

500 ગ્રામ રાગીનો લોટ, 150 ગ્રામ A2 દેશી ઘી, 100 ગ્રામ અખરોટ , 200 ગ્રામ ગોળ, 150 મિલી પાણી, 1 ચમચી ઈલાયચી પાવડર

મેથડ

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં 100 ગ્રામ અખરોટ નાખી ક્રિસ્પી થવા દો, ત્યાબાદ તેમાં રાગીના લોટ મિક્ષ કરો અને સારી રીતે કુક થવા દો, લોટને સતત હલાવતા જેથી ચોંટી અથવા બળી ન જાય.

રાગી લાડુ રેસીપી

હવે ફરી જરૂર લાગે તો ઘી નાખો અને સતત મિશ્રણને હલાવતા રહો, હવે લોટ ગેસ પરથી ઉતારીને એક મોટી ડીશમાં કાઢી લો.

રાગી લાડુ રેસીપી

એક નાની તપેલીમાં પાણી ગરમ કરો, પાણી ઉકલે એટલે એમાં 200 ગ્રામ જેટલો ગોળ નાખો, અને ગોળની ચાસણી તૈયાર કરો.

રાગી લાડુ રેસીપી

હવે તૈયાર ગોળની ચાસણીને રાગીના લોટમાં ઈલાયચી પાઉડર નાખી સારી રીતે મિક્ષ કરો અને લાડુ તૈયાર કરો અને સર્વ કરો.

Aloo Puri Recipe : વરસાદી મોસમમાં ચા સાથે નાસ્તમાં ટેસ્ટી આલુપૂરીની મજા માણો, જાણો રેસીપી