રાગી મોમોઝ રેસીપી, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર નાસ્તો!

May 23, 2025, 03:43 PM

બાળકો અને મોટા બંનેને મોમોઝ ખૂબ ભાવે છે. મોમોઝ સામાન્ય રીતે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

દરેક વ્યક્તિ તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવવા માટે ઓપ્શલ રસ્તો શોધવાની પ્રયાસ કરે છે. ત્યારે શ્રેષ્ઠ ઉપાય એ છે કે રાગી મોમોઝ બનાવવો.

રાગીએ મિલેટ છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તેમાંથી મોમોઝ બનાવીને બાળકોને આપશો તો તેમને ભાવશે.

રાગી મોમોઝ રેસીપી સામગ્રી

1 કપ બારીક સમારેલી કોબીજ, 1 કપ છીણેલું સમારેલી ગાજર, 2 બારીક સમારેલા લીલા મરચા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 કપ રાગીનો લોટ, 1 કપ ઘઉંનો લોટ, 1 બારીક સમારેલું લસણ, 1/2 ચમચી છીણેલું આદુ, 1 કપ સોયા સોસ, 1 ચમચી કાળા મરી, 1 ચમચી તેલ

રાગી મોમોઝ રેસીપી

મોમોઝ બનાવવા માટે સૌ પ્રથમ તેનો લોટ તૈયાર કરો. ઘઉંનો લોટ રાગીના લોટમાં મિક્સ કરો અને તેને હુંફાળા પાણીથી બાંધો.

રાગી મોમોઝ રેસીપી

લોટ બાંધીને ત્યારબાદ તેને થોડીવાર માટે ઢાંકીને રાખો. આ પછી આપણે સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરો.

રાગી મોમોઝ રેસીપી

એક પેનમાં તેલ મૂકો, તેમાં આદુ, લસણ, લીલા મરચાં અને બધા શાકભાજી ઉમેરો અને સારી રીતે કુક કરો. શાકભાજી કુક થઇ જાય ત્યારે તેમાં કાળા મરી, મીઠું, સોયા સોસ ઉમેરો.

રાગી મોમોઝ રેસીપી

પછી તેમાં શાકભાજી ભરો અને તેને બાફવા માટે રાખો. 15 મિનિટ સુધી બાફ્યા પછી તે તૈયાર થઈ જશે. હવે તમે ઈચ્છો તો બાળકોને લાલ ચટણી અથવા મેયોનેઝ સાથે પીરસી શકો છો.

રાગી મોમોઝ રેસીપી

બધું સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. પછી લોટના માંથી પુરીઓ બનાવો, પછી તેમાં શાકભાજી ભરો અને તેને 15 મિનિટ સુધી બાફ્યા પછી તે તૈયાર થઈ જશે, લાલ ચટણી અથવા મેયોનેઝ સાથે પીરસી શકો છો.

ક્રિસ્પી અને મસાલેદાર ચણા દાળ નમકીન, જાણો સરળ રેસીપી