ગુલાબ હલવો હલવો ભારતની પરંપરાગત મીઠાઇ છે. સોજી, ગાજર, દૂધી વગેરે માંથી વિવિધ રીતે હલવો બને છે. અહીં એક યુનિક ગુલાબ હલવો બનાવવાની રેસીપી આપી છે. આ હલવાના પીએમ નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા હતા.
સોજી, ઘી, દૂધ, ખાંડ, એલજી પાઉડર, તાજી ગુલાબની પાંદડી, કેસર, ગુલાબ જળ
એક કડાઇમાં ઘી ગરમ કરી સોજી શેકી બાજુમાં રાખી મૂકો. સોજી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાથી હલવો બરાબર ફુલે છે.
કડાઇમાં દૂધ અને પાણી નાંખી થોડુંક ઉકાળો.
હવે તેમા ખાંડ, ગુલાબ જળ અને કેસર ઉમેરી 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો.
હવે શેકેલી સોજી દૂધમાં ઉમેરી પકવવો. કડાઇમાં નીચે ચોંટી ન જાય તેની માટે દૂધને ધીમે ધીમે હલાવતો રહો.
હલવા માંથી ઘી છુંટવા લાગે ત્યારે તેમા ગુલાબની પાંખડી, માવો અને એલચી પાઉડર ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી લો.
એક બરફ ભરેલા વાસણમાં ગુલાબ હલવાને સેટ થવા માટે 5 થી 10 મિનિટ સુધી ઢાંકી મૂકી દો.
ગુલાબ હલવો સેટ થઇ જાય એટલે કે કટર હવે ચોરસ ટુકડા કાપી લો. તેના પર તાજી ગુલાબીની પાંખડી, કાજુ બદામની કતરણી વડે ગાર્નિશ કરો.