1 કપ ચણાનો લોટ, 1/2 આખું જીરું, 1/2 અજમો, 1/2 ચમચી તેલ, જરૂર મુજબ પાણી, 1/2 કપ દહીં, ચપટી હિંગ, 1/2 લાલ મરચું પાઉડર, 1/4 હળદર પાઉડર, 1/2 ધાણા જીરું પાઉડર
1 ચમચી આખું જીરું, 1/2 ચમચી હિંગ, 1સમારેલું લીલું મરચું, 1/2 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 મોટી સમારેલી ડુંગળી, 1 કપ દહીં, 1/2 લાલ મરચું પાઉડર, 1/2 હળદર પાઉડર, 1/2 ધાણા જીરું પાઉડર, 1/2 ચમચી ગરમ મસાલા, સ્વાદ મુજબ મીઠું, કસ્તુરી મેથી અને કોથમીર
રાજસ્થાની ગટ્ટા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ લો, તેમાં મીઠું, અજમો, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર નાખો.
સારી રીતે મિક્ષ કરીને સહેજ તેલ અને જરૂર મુજબ પાણી નાંખીને લોટ બાંધો.ત્યારબાદ લોટને થોડી વાર માટે રેસ્ટ આપો.
હવે એમાંથી તેમાંથી મોટા રોલ બનાવીને ગેસ ચાલુ કરીને એક પેનમાં બાફી લો. બફાઈ જાય ત્યારે બહાર કાઢી ઠંડા થાય એટલે કટ કરી લો.
હવે એક પેનમાં વઘાર મુકો, તેલ નાખીને એમાં રાઈ, આખું જીરું તતડે એટલે હિંગ નાખો. ત્યારબાદ લીલું મરચું, આદુ લસણની પેસ્ટ, સમારેલી ડુંગળી, દહીં, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી સારી રીતે મિક્ષ કરો.
હવે બાદ મસાલા કુક થઇ જાય એટલે એમાં બેસન તૈયાર કરેલ ગટ્ટા આખી સારી રીતે મિક્ષ કરો. તેને કોથમીર અને કસ્તુરી મેથીથી ગાર્નિશ કરી સર્વ કરો.