ઉનાળામાં ઘરે બનાવો રાજસ્થાની ગુંદાનું શાક, બનાવવું એકદમ સરળ

May 02, 2025, 12:32 PM

રાજસ્થાનમાં લોકપ્રિય છે શાક

રાજસ્થાનમાં ગુંદાનું શાક ખૂબ જ લોકપ્રિય છે. ઉનાળો શરૂ થાય છે ત્યારે તેની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે.

સરળ છે રેસીપી

આ શાક એકદમ સરળ રીતે અને ઝડપથી બની જતું હોય છે. તો ચાલો જાણી કોઈપણ વધારાની માથાકુટ વગર બનતું રાજસ્થાની ગુંદાનું શાક બનાવવાની સરળ રીત

સામગ્રી

ગુંદા, લાલ મરચું, હળદર, મીઠું, દાણાજીરું પાઉડર, તેલ, કેરી, મેથી દાણા, વરિયાળી, કલોંજી, હીંગ, ખાંડ

ગુંદા તૈયાર કરવા

ગ્રામ ગુંદા લઈને ઉપરની દાંડીવાળો ભાગ દૂર કરીને કુકરમાં લઈ લો અને બે કપ પાણી ઉમેરીને હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ સુધી પકાવો. ગુંદા સોફ્ટ થાય ત્યાં સુધી પકાવવા.

ગુંદામાં મસાલો કરવો

પાકી ગયેલા ગુંદાને દબાવીને તેમાંથી ઠળિયા કાઢી દો. અને ગુંદાને એક બાઉલમાં લઈને તેમાં બે ચમચી લાલા મરચું, અડધી ચમચી હળદર ઉમેરો.

ગુંદામાં મસાલો કરવો

ત્યારબાદ તેમાં એક ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે ગુંદા અને મસાલાને સારી રીતે મીક્સ કરી દો.

ગુંદાનું શાક બનાવવાની રીત

એક કઢાઈમાં બે ચમચી તેલ લો. તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી કલોંજી અને હીંગ નાખો.

ગુંદાનું શાક બનાવવાની રીત

ત્યારબાદ તેમાં ગ્રીડ કરેલી કાચી કેરી નાંખો અને થોડી પકાવી દો. વધારે પકાવવાની જરૂર નથી.

ગુંદાનું શાક બનાવવાની રીત

કાચી કેરી પાકી જાય ત્યારે તેમાં મસાલા કરેલા ગુંદા નાંખો અને સારી રીતે મીક્સ કરી દો અને તેમાં થોડું પાણી ઉંમેરો.

ગુંદાનું શાક બનાવવાની રીત

હવે તેમાં અડધો કલાક પાણીમાં પલાળેલા એક વાટકી મેથી દાણાં સારી રીતે ધોઈમે નાંખો. જો તમને પસંદ હોય તો એક ચમચી ખાંડ નાંખો. આ ઓપ્શનલ છે.

ગુંદાનું શાક બનાવવાની રીત

હવે મીક્સ કરી પાકવાદો. આમ તૈયાર થઈ જશે તમારું રાજસ્થાની ગુંદાનું શાક.