May 16, 2025
રાતની વધેલી રોટલીમાંથી અલગ અલગ વાનગીઓ બનતી હોય છે. ખાસ કરીને લોકો રોટલીને વઘારીને ચા સાથે ખાવાનું ખુબ જ પસંદ કરતા હોય છે.
વધેલી રોટલીમાંથી રાજસ્થાની કલેવો પણ બનાવી શકાય છે. આ એક ટેસ્ટી વાનગી છે અને ઓઈલ ફ્રી વાનગી છે.
રાજસ્થાની કલેવો દહીં સાથે બનાવવામાં આવે છે અને ઓઈલ ફ્રી હોવાથી સ્વાસ્થ માટે પણ લાભદાયી છે.
રાત્રે વધેલી રોટલીઓ, દહીં (છાશ પણ લઈ શકાય), લીલા ધાણા, જીરુ, મીઠું, લાલ મરચું, કાંદા, મરી, લાલ સુંકુ મરચું
સૌથી પહેલા રાત્રે વધેલી રોટલીને એક થાળી કે ડીસમાં પાથરીને કપડું ઠાંકી તડકામાં સુકવવા રાખો.
આમ કરવાથી રોટલી સુકાઈને પાપડ જેવી બની જશે. હવે તેને હાથ વડે મસલીને નાના ટુકડા કરી દો.
તેમાં ઝીંણા કાપેલા કાંદા, ઝીંણા કાપેલા લીલા ધાણા, ખલમાં વાટેલું જીરું,લાલ સુંકુ મરચું,મરી, મીઠું ઉમેરો, ત્યારબાદ લાલ મરચું ઉમેરી લો.
હવે તેમાં દહીં ઉમેરીને હાથ વડે સારી રીતે મીક્સ કરી દો. આમ તૈયાર થઈ જશે હેલ્ધી રાજસ્થાની કલેવો.
રાજસ્થાની કલેવો ઓઈલ ફ્રી હોય છે અને દહીં હોવાથી ગરમીમાં રક્ષણ મળે છે.