ઢોકળા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. પણ શું તમે રાજસ્થાની ઢોકળા ખાધા છે? ગુજરાતી ઢોકળા ચણાના લોટ એટલે બે બેસન માંથી બને છે જ્યારે રાજસ્થાની ઢોકળા મકાઇના લોટ માંથી બને છે. ચાલો જાણીયે રાજસ્થાની સ્ટાઇલ મકાઇ ઢોકળા બનાવવાની રીત
મકાઈ લોટ, દહીં, મેથીની ભાજી, ઘી, જીરું, અજમો, આદુ લસણની પેસ્ટ, બાફેલા વટાણાના દાણા, લાલ મરચા અને હળદર પાઉડર, હિંગ પાઉડર, ખાવાનો સોડા કે ઇનો, મીઠું સ્વાદ અનુસાર
રાજસ્થાની ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મકાઇનો લોટનો ચાળી લો.
મકાઇના લોટમાં ખાંડેલા જીરું અને અજમો, દહીં, મેથીની ભાજી, ઘી, આદુ લસણની પેસ્ટ, બાફેલા વટાણાના દાણા, લાલ મરચા અને હળદર પાઉડર, હિંગ પાઉડર, ખાવાનો સોડા કે ઇનો, મીઠું સ્વાદ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.
ત્યાર પછી ધીમે ધીમે પાણી ઉમેરી મકાઉનો લોટ બાંધવો. લોટ સહેજ નરમ રાખવો. લોટ બાંધી 10 થી 15 મિનિટ રહેવા દો.
આ મકાઇના લોટ માંથી નાના ગોળ બાટી જેવા લુઆ બનાવો.
હવે ગેસ ચાલુ કરી એક તપેલામાં પાણી ઉકાળો. તેમા મકાઈના ઢોકળા સ્ટીમ કરો. મકાઇના ઢોકળાને 10 થી 15 મિનિટ સુધી બાફો. તમે ઇચ્છો તો ઢોકળીયામાં તેને ગુજરાતી સ્ટાઇલ જેમ વરાળ થી પણ બાફી શકો છો.
મકાઇના ઢોકળા બફાય જાય એટલે પાણીમાં બહાર કાઢી સહેજ ઠંડા થવા દો.
રાજસ્થાની મકાઇ ઢોકળા ઘી નાંખી ગરમાગરમ કઢી કે દાળ સાથે ખાવાની મજા પડશે.
રાજસ્થાની મકાઇ ઢોકળાને તેલ રાઇ, તલ અને લીલા મરચાથી વઘારી પણ શકાય છે. આ રીતે વઘારેલા મકાઇ ઢોકળા ગ્રીન અને લાલ ચટણી સાથે ખાવામાં બહુ ટેસ્ટી લાગશે.