Rajasthani Papad Sabji Recipe | રાજસ્થાની પાપડ સબ્જી રેસીપી, ઘરે કોઈપણ શાકભાજી ન હોય તો બેસ્ટ ઓપ્શન

Jul 02, 2025, 02:40 PM

રાજસ્થાની વાનગીઓ તેની વિવિધતા અને અનોખા સ્વાદ માટે જાણીતું છે. દાળ-બાટી-ચુરમાથી લઈને ગટ્ટે કી સબ્જી સુધી, રાજસ્થાની કુકીંગમાં ઘણા ઓપ્શન છે.

જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ન હોય તો પાપડ સબ્જી (પાપડનું શાક) બનાવી શકો છો જે ઝડપી બને છે અને સ્વાદિષ્ટ પણ છે, અહીં જાણો પાપડ સબ્જી રેસીપી

પાપડ સબ્જી રેસીપી સામગ્રી

5 નંગ પાપડ (અડદ દાળના અથવા મગ દાળના, તમારી પસંદ મુજબ), 1 ડુંગળી, 2 ટામેટાની પ્યુરી, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1/2 કપ દહીં (તાજું અને ખાટું ન હોય તેવું)

પાપડ સબ્જી રેસીપી સામગ્રી

2-3 ચમચી તેલ, 1/2 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ પાણી

પાપડ સબ્જી રેસીપી

સૌ પ્રથમ પાપડને શેકી લો. તમે તેને ગેસ પર શેકી તેના નાના ટુકડા કરી લો અને ગ્રેવી બનાવો.

પાપડ સબ્જી રેસીપી

એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને હિંગ ઉમેરો ત્યારે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

પાપડ સબ્જી રેસીપી

હવે આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખીને પકાવો.

પાપડ સબ્જી રેસીપી

એમાં હળદર, લાલ મરચું પાવડર અને ધાણા પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરી લો. થોડું પાણી ઉમેરીને મસાલાને સાંતળો.

પાપડ સબ્જી રેસીપી

હવે ધીમા તાપે કડાઈમાં દહીં ઉમેરો અને સતત હલાવતા રહો. દહીં ઉમેરતી વખતે ગેસ ધીમો રાખવો ખૂબ જ જરૂરી છે થોડી વાર કુક કરો, મીઠું અને ગરમ મસાલો ઉમેરો કોથમીરથી સજાવો અને સર્વ કરો.

ફરાળી ટિક્કી રેસીપી, સરળ અને વ્રત માટે પરફેક્ટ નાસ્તો !