Jun 06, 2025
જો તમને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો તમે ઘરે રાજકોટની ફેમસ ચટણી સાથે બ્રેડ કટકા બનાવી શકો છો.
બ્રેડ કટકા રાજકોટની ફેમસ વાનગી છે. અને બ્રેડ કટકા રાજકોટની ફેમસ ગ્રીન ચટણી વગર અધુરા છે.
રાજકોટના ફેમસ બ્રેડ કટકા બનાવવા એકદમ સરળ છે. તો ચાલો ફટાફટ નોંધીલો સરળ રેસીપી.
સિંગદાણા, મીઠું, બૂરું ખાડ, હળદર, આમચુર પાઉડર, લાલ મરચું,પાઉં, લિંબુ, ગોળ અને આંબલી ચટણી, લસણની ચટણી, ટામેટા, ડુંગળી, કાચી કેરી, ચાટ મસાલો. નાયનોલ સેવ, લીલા ધાણા.
એક પેનમાં એક કપ સિંગદાણા લઈને શેકીને તેના ફૂતરા અલગ કરીને બે ભાગમાં ટૂકડા કરી દઈશું અને પેનમાં એક ચમચી તેલમાં સિંગને ફ્રાય કરીશું.
આ સિંગમાં સ્વાદ પ્રમાણે મીઠું, એક ટેપલ સ્પૂન બૂરું ખાડ, એક ચમચી આમચુર પાઉડર,હળદર, કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરીને મીક્સ કરી દઈશું.
એક મીક્સર જારમાં અડધો કપ સીંગદાણા, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, લીલા મરચાં, અડધી ચમચી લીંબુનો રસ અને ખાંડ ઉમેરીના ગ્રાઈન્ડ કરી દઈશું.
સૌથી પહેલા બે પાઉ લઈને તેના નાના ટૂકડા કરવા. આ ટૂકડાને ગોળ-આંબલીની ચટણીમાં ડીપ કરવા. અને એક પ્લેટમાં કાઢી લેવા.
તેના ઉપર સ્વાદ પ્રમાણે લીલી ચટણી, લસણની ચટણી, ગોળ આંબલીની ચટણી ઉમેરીશું. ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી ભભરાવીશું.
ત્યારબાદ માસાલા સિંગ અને ઉપર સેવ નાંખી ઉપરથી લીલા ધાણા અને કાચી કેરીના લચ્છાથી ગાર્નિસ કરીને સર્વ કરીશું રાજકોટના ફેમસ બ્રેડ કટકા.