Rajkot Famous Chutney | રાજકોટ ફેમસ ચટણી રેસીપી

Dec 11, 2024, 03:54 PM

રાજકોટની જાળી વાળી વેફર સાથે સાથે ત્યાં ખાસ ફેમસ ચટણી પીરસવામાં આવે છે તે ખુબજ ટેસ્ટી હોય છે, અહીં રાજકોટ ફેમસ ચટણીની સિક્રેટ રેસીપી શેર કરી છે.

સામગ્રી

1 બાઉલ સીંગદાણા, 3-4 લીલા મરચા, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર પાઉડર, 1 ચમચી હિંગ, 3-4 ચમચી લીંબુનો રસ

રાજકોટ ફેમસ ચટણી રેસીપી

સૌ પ્રથમ સીંગદાણાને શેકી લો અને ફોતરાં કાઢી લો, ત્યારબાદ એમાં બે ભાગ કરીને મિક્ષરમાં નાખો.

રાજકોટ ફેમસ ચટણી રેસીપી

એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર પાઉડર, સમારેલ લીલા મરચા અને તમારે ખાટી કરવી એટલો લીંબુનો રસ નાખીને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી લો.

રાજકોટ ફેમસ ચટણી રેસીપી

આ રાજકોટની ફેમસ ચટણી તમે ગાંઠિયા, વેફરઅને ચોળાફરી વગેરે સાથે સર્વ કરી શકો છો.

રાજકોટ ફેમસ ચટણીને તમે લાંબા સમય સુધી કન્ટેન્ટરમાં સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં મૂકીને મહિનાઓ સુધી તેનો ઉપયોગ કરી શકો છો.