રાજકોટના પ્રખ્યાત થાબડી પેંડા ઘરે બનાવવાની સિક્રેટ રેસીપી

Mar 06, 2025, 04:18 PM

થાબડી પેંડા રેસીપી

રાજકોટના થાબડી પેંડા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. દાણેદાર અને સ્વાદિષ્ટ થાબડી પેંડા મોમાં મુકતા જ ઓગળી જાય તેવા છે. તમે પણ ઘરે થાબડી પેંડા બનાવવાની ટ્રાય કરી શકો છો.

થાબડી પેંડા બનાવવા માટે સામગ્રી

ફૂલફેટ દૂધ, ફટકડીનો પાઉડર, મિલ્ક પાઉડર, ઘી, એલચી પાઉડર, ખાંડ, બદામ અને પિસ્તાની કતરણ

થાબડી પેંડા રેસીપી

એક કડાઇમાં દૂધને ઉકળવા મૂકો, થોડીક વાર દૂધ ઉકળે એટલે ફટકડીનો પાઉડર ઉમેરી દો જેથી દૂધ ફાટી ને દાણાદાળ માવો બની જાય.

થાબડી પેંડા રેસીપી

હવે એક વાસણમાં જરૂર મુજબ ખાંડ ઓગળીને બ્રાઉન સુગર જેવી બનાવો. તે બ્રાઉનસુગર ને ફાટેલા દુધમાં ઉમરી દો.

થાબડી પેંડા રેસીપી

આ દરમિયાન કડાઇમાં દૂધ અને ખાંડના મિશ્રણને સતત હલાવતા રહેવું, જેથી વાસણમાં નીચે દાઝી જાય.

થાબડી પેંડા રેસીપી

દૂધનો માવો ઘટ્ટ થઈ જાય એટલે તેમા મિલ્ક પાઉડર અને ઇલાયચી પાઉડર ઉમેરી દો.

થાબડી પેંડા રેસીપી

હવે આ મિશ્રણ એકદમ ઘટ અને બ્રાઉન કલરનું થયા બાદ તેમા ચોખ્ખુ ઘી ઉમેરો.

થાબડી પેંડા રેસીપી

આ મિશ્રણ વાસણ માંથી છૂટું પડવા લાગે એટલે તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો.

થાબડી પેંડા રેસીપી

છેલ્લે હાથ વડે ગોળ પેંડા બનાવી, તેના પર બદામ અને પિસ્તાની કતરણ લગાવી સર્વ કરો.