1 કપ બાસમતી ચોખા, 1 કપ રાજમા, 2 બારીક સમારેલી ડુંગળી, 2 બારીક સમારેલા ટામેટાં, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 2 લીલા મરચાં, 2 ચમચી તેલ અથવા ઘી, 1 ચમચી જીરું
1 તમાલપત્ર, 1 તજ, 2-3 લવિંગ, 2 ઈલાયચી, 1/2 હળદર પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી, ગરમ મસાલો, 1/2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, બારીક સમારેલ કોથમીર, 2 કપ પાણી
રાજમા પુલાવ બનાવવા માટે, સૌ પ્રથમ રાજમાને થોડા કલાકો અથવા આખી રાત પલાળી રાખો. તેને મીઠું અને પાણી સાથે ઉકાળો.
ચોખા ધોઈને પલાળી રાખો. તેને 20-30 મિનિટ સુધી પલાળી રાખો એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં જીરું, તમાલપત્ર, તજ, લવિંગ અને ઈલાયચી ઉમેરો.
જ્યારે તેમાંથી થોડી સુગંધ આવવા લાગે ત્યારે તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળીને શેકવા દો. આ પછી, આદુ અને લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો.
તેમાં ટામેટા, હળદર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો સારી રીતે પકાવો, તેમાં રાજમા મિક્સ કરો. બાફેલા રાજમા ઉમેરો અને મસાલામાં થોડીવાર કુક કરો.
તેમાં 2 કપ પાણી ઉમેરો, ગરમ મસાલો ઉમેરો, ઢાંકી દો અને ચોખાને ધીમા તાપે પાકવા દો. જ્યારે ચોખા સારી રીતે પાકી જાય, ત્યારે રાજમા પુલાવ ઉપર કોથમીર નાખી રાયતા સાથે સર્વ કરો.