વરસાદી મોસમમાં આ રીતે રજવાડી બટાકા વડા,મસાલો નહીં થાય ચીકણો

Jul 12, 2025, 11:58 AM

રજવાડી બટાકા વડા

ચોમાસામાં વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયા કે વડા ખાવાની મજા પડી જતી હોય છે.

રજવાડી બટાકા વડા

બટાકા વડા પણ ચોમાસામાં લોકો ખાતા હોય છે. બટાકા વડા ઘરે બનાવવા સરળ છે. જોકે, ક્યારેક મસાલો ચીકણો બનતો હોય છે.

રજવાડી બટાકા વડા

અહીં રજવાડી બટાકાની સાદી રેસીપી આપેલી છે. આ રીતે રજવાડી બટાકા વડા બનાવશો તો મસાલો ચીકણો નહીં થાય.

સામગ્રી

ત્રણ મીડિયમ સાઈઝના બટાકા, બેશન, તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, બે ત્રણ લીલા મરચાં,અડધો ઈંચ આદુનો ટુકડો,અડધી ચમચી મરી પાઉડર, અડધી ચમચી હળદર પાઉડર.

સામગ્રી

કાશ્મિરી લાલ મરચું, અડધીથી ઓછી ચમચી ગરમ મસાલો, એક ચમચી આમચુર પાઉડર, એક ચમચી ખાંડ, કાજુના ટુકડા, સુકી દ્રાક્ષ, દાડમના દાણાં,સુકા નાળિયેરની છીણ, લીલા ધાણા,

બટાકા બાફીશું

સૌથી પહેલા ત્રણ મીડિય સાઈઝના બટાકાને કટકા કરીને કુકરમાં બાફવા મુકીશું. બટાકા થોડા કડક રહે એટલા બાફવાના છે.

માસાલો બનાવીશું

હવે આ બટાકાને છોલીને એક બાઉલમાં કાઢો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને હાથ વડે ક્રશ કરી દો. સારી રીતે મીક્સ કરો.

બીજા માસાલ કરવા

આ મીક્સરમાં ઝીણાં સમારેલા લાલ મરચા, અડધો ઈંચ આદુનો ટુકડોની પેસ્ટ,અડધી ચમચી મરી પાઉડર, અડધી ચમચી હળદર પાઉડર ઉમેરો.

માસાલા કરવા

ત્યારબાદ કાશ્મિરી લાલ મરચું, અડધીથી ઓછી ચમચી ગરમ મસાલો, એક ચમચી આમચુર પાઉડર, એક ચમચી ખાંડ ઉમેરો.

હાથવડે મસાલો મીક્સ કરો

હવે કાજુના ટુકડા, સુકી દ્રાક્ષના કટકા , દાડમના દાણાં, કોપરાની છીણ, ઝીણાં કાપેલા લીલા ધાણા ઉમેરી હાથવડે સારી રીતે મીક્સ કરો.

માસાલામાંથી વડા માટે બોલ બનાવો

સારી રીતે મીક્સ થયેલા મસાલામાંથી હાથથી નાના ગુલ્લા કાઢીને તેના બોલ બનાવી બાજુ પર રાખો.

વડા માટે ખીરું બનાવવું

એક બાઉલમાં એક કપ બેશન લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, બે ત્રણ ચપટી સોડા નાંખી પાણી ઉમેરતા રહીને સારી રીતે મીક્સ કરો. મીડિયમ ઘટ ખીરું બનાવો.

વડા તળવા

પહૈલાથી તૈયાર કરેલા મસાલાના બોલને એક પછી એક ખીરામાં ડુબાડી તેલમાં તળો, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આમ તૈયાર થશે રજવાડી બટાકા વડા.