પરંપરાગત સુખડી ખાઈને કંટાળ્યા છો તો ઘરે બનાવો રજવાડી સુખડી, 3 વસ્તુ ઉમેરો

Jul 14, 2025, 12:46 PM

રજવાડી સુખડી

ગુજરાતીઓની પરંપરાગત વાનગી એટલે સુખડી, ધાર્મિક કે સારા પ્રસંગોમાં સુખડી બને જ.

રજવાડી સુખડી

પરંપરાગત સુખડીને ખાઈને કંટાળ્યા હોવ તો તમે ઘરે રજવાડી સુખડી બનાવી શકો છો.

રજવાડી સુખડી

આ સુખડી મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી સોફ્ટ બનશે, આ માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું પડશે.

સામગ્રી

ઘઉંનો લોટ, બેશન, દૂધ, ગોળ, ડ્રાયફ્રૂટ્સ, ઘી

ડ્રાયફ્રૂટ્સ પાઉડર બનાવવો

તમને પસંદ હોય એવા ડ્રાયફ્રૂટ્સ જેવા કે કાજુ, બદામને ઘીમાં સાંતળીને તેનો મીક્સર જારમાં નાંખી પાઉડર બનાવવો.

લોટ શેકવો

ત્યારબાદ કઢાઈમાં ઘી લઈને તેમાં ઘઉંનો લોટ શેકવો. લો ફ્લેમ રાખીને સતત હલાવતા રહીને લોટને શેકવાનો છે. લોટ અને ઘીનું મીશ્રણ ઢીલું થાય ત્યાં સુધી શેકો.

સામગ્રી ઉમેરવી

લોટ શેકાય ત્યારે તેમાં ત્રણ-ચાર ચમચી બેશન અને થોડું દૂધ ઉમેરીને હલાવતા રહેવું. બધુંસારી રીતે શેકાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ પાઉડર ઉમેરવો.

ગોળ ઓગાળવો

કઢાઈમાં એક કપ ગોળ લઈશું અને ગોળ ઓગળ ત્યાં સુધી ગરમ કરીશું. ગોળને માત્ર ઓગાળવાનો છે.

પીગળેલા ગોળને લોટમાં ઉમેરીશું

પીગળેલા ગોળને લોટમાં ઉમેરીને સારી રીતે મીક્સ કરીશું અને ફટાફટ ઘી ચોપડેલી થાળીમાં કાઢીને વાટકી વડે સેટ કરીને ચપ્પા વડે કાપા પાડી દો.

સુખડી તૈયાર

આમ તૈયાર થઈ જશે તમારી રજવાડી સુખડી. જે મોઢામાં મુકતા જ ઓગળી જશે અને સ્વાદમાં પણ જોરદાર લાગશે.