Raksha Bandhan 2025 | રક્ષાબંધન 2025 પર બનાવો યુનિક અને ટેસ્ટી નાળિયેર બરફી, ભાઈને ભાવશે

Aug 06, 2025, 04:04 PM

રક્ષાબંધનને હવે ગણતરીના જ દિવસો બાકી છે, આ તહેવાર મીઠાઈ વગર અધૂરો છે. તમે આ વખતે ઘરેજ હેલ્ધી મીઠાઈ બનાવ માંગતા હોવ તો અહીં યુનિક રેસિપી આપી છે.

ડાયબિટીસના દર્દીઓ પણ આ મીઠાઈ ખાઈ શકે છે, જેનું નામ છે નાળિયેર બરફી, તે ખુબજ ઓછા સમયમાં ખાંડ વગર સરળ રીતે બની જાય છે, અહીં જાણો નાળિયેર બરફી રેસીપી

નાળિયેર બરફી રેસીપી સામગ્રી

તાજું છીણેલું નારિયેળ 2 કપ, 1 કપ છીણેલું ગોળ, 2 ચમચી ઘી, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 2 ચમચી બારીક સમારેલા કાજુ, 2 ચમચી બારીક સમારેલી બદામ

નાળિયેર બરફી રેસીપી

નારિયેળ ગોળ બરફી બનાવવા માટે સૌ પ્રથમ તવાને ગરમ કરો અને તેમાં એક ચમચી ઘી ઉમેરો.

નાળિયેર બરફી રેસીપી

હવે તેમાં છીણેલું નારિયેળ ઉમેરો અને 2-3 મિનિટ સુધી હળવેથી શેકો. નારિયેળ તળતી વખતે આંચ ધીમી રાખો.

નાળિયેર બરફી રેસીપી

તેમાં સમારેલા કાજુ અને બદામ ઉમેરીને શેકો. જ્યારે તેમાંથી સારી સુગંધ આવવા લાગે અને કલર થોડો બદલાય, ત્યારે ગોળ મિક્સ કરો.

નાળિયેર બરફી રેસીપી

ગોળ ઉમેર્યા પછી ધીમા તાપે હલાવતા રહો. સતત હલાવતા રહો, જ્યારે નારિયેળ અને ગોળ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં એલચી પાવડર ઉમેરો.

નાળિયેર બરફી રેસીપી

મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને મિક્સ કરો. જ્યારે તે ઘટ્ટ થાય, ત્યારે તેને બહાર કાઢો અને થોડું ઘી લગાવીને મિશ્રણને પ્લેટ અથવા ટ્રે પર ફેલાવો.

નાળિયેર બરફી રેસીપી

તૈયાર કરેલા મિશ્રણને સારી રીતે સેટ થવા દો. તેના પર સમારેલા કાજુ અને બદામ મૂકો અને હળવા હાથે દબાવો. બરફી ઠંડી થઇ કાપીને સર્વ કરો.

Raksha Bandhan 2025 : રક્ષા બંધન પર ખાસ બનાવો ખાંડ વગર નાળિયેર લાડુ, ટેસ્ટી અને હેલ્ધી પણ!