રક્ષાબંધન પર ભાઇને જમાડો દૂધપાક, આવી રીતે ઘરે બનાવો ટેસ્ટી

Aug 07, 2025, 08:41 PM

તહેવારની સિઝન

રક્ષાબંધન આવી રહી છે. આ તહેવારમાં ઘરે ગળી વસ્તુ બનાવવામાં આવે છે. જેમાં તમે ઘરે જ દૂધપાક બનાવી શકો છો.

દૂધપાક રેસીપી

ટેસ્ટી દૂધપાક બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. જે એકદમ સરળ છે.

દૂધપાક બનાવવાની સામગ્રી

દૂધ ,ખાંડ, ચોખા, કેસરના તાંતણા, ચારવલી, બદામ, પિસ્તાની કતરણ, એલચી પાઉડર, જાયફળ પાઉડર, ઘી.

દૂધપાક બનાવવાની રીત, સ્ટેપ 1

દૂધપાક બનાવવા સૌપ્રથમ ચોખાને એક બે પાણી થી ધોઈ લો અને એક કપ પાણીમાં દસ મિનિટ રાખી મુકો.

સ્ટેપ 2

બીજી તરફ ગેસ એક કડાઈ ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખી ઓગળી લો. ત્યારબાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરો અને દૂધને ઉકાળી લો.

સ્ટેપ 3

દૂધ માં એક ઉભરો આવે ત્યાર બાદ ગેસ ને ધીમો કરી નાખો અને ત્યાર બાદ એમાં કેસરના તાંતણા નાખી પાંચ મિનિટ ઉકાળો.

સ્ટેપ 4

દૂધ ઉકળે ત્યાં સુંધીમાં ચોખાનું પાણી નિતારી લીધા બાદ કપડામાં કોરા કરી લઈ ચોખાને દૂધમાં નાખો. ચોખા ને દૂધ સાથે દસ પંદર મિનિટ સુંધી ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

સ્ટેપ 5

દૂધમાં ચોખા બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી થોડી મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં એલચી પાઉડર, ચારવડી, બદામ અને પિસ્તાની કતરણ નાખી મિક્સ કરો અને બે મિનિટ ઉકાળો.

સર્વ કરો

આ પછી તેમાં જાયફળનો પાઉડર નાખી મિક્સ કરો. આ રીતે તમારો ટેસ્ટી દૂધપાક તૈયાર થઇ જશે. તેને ગરમાગરમ સર્વ કરો.