Aug 05, 2025
1 કપ મિલ્ક પાવડર, 1/2 કપ દૂધ, 1/2 કપ છીણેલું નારિયેળ, 1/4 કપ કન્ડેન્સ મિલ્ક, 4 ચમચી ઘી, 1/2 ચમચી એલચી પાઉડર
એક તવાને ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. ઘી ઓગળી જાય એટલે તેમાં દૂધ ઉમેરો અને દૂધ ગરમ થાય ત્યાં સુધી ઉકળવા દો.
હવે તેને સતત હલાવતા રહીને મિલ્ક પાવડર ઉમેરો, જેથી તે ગઠ્ઠો ન બને કે તવા પર ચોંટી ન જાય.
એક મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે, આ સમયે કન્ડેન્સ મિલ્ક અને એલચી પાવડર ઉમેરીને એક મિનિટ પકાવો.
સૂકા નાળિયેરનું છીણ ઉમેરો અને 2-3 મિનિટ માટે અથવા જ્યાં સુધી મિશ્રણ તવા પર ચોંટવાનું બંધ ન કરે, સોફ્ટ ટેક્સચર માટે જરૂર પડે તો એક ચમચી ઘી ઉમેરો.
નાળિયેરમાં થોડો ભેજ રહેવો જોઈએ. વધુ કુક કરશો નહીં નહીંતર મિશ્રણ સુકાઈ જશે અને લાડુ સખત થઈ જશે.
તમારા હાથમાં થોડું નારિયેળના લાડુનું મિશ્રણ થઇ જાય એટલે ગેસ બંધ કરો અને થોડીવાર માટે તેને ઠંડુ થવા દો, હવે લાડુ બનાવી સર્વ કરો.