Jul 31, 2025
રક્ષાબંધનના તહેવારમાં દરેક ઘરમાં મીઠાઇ ખરીદવામાં આવે છે. જોકે બહારની મીઠાઇમાં મિલાવટ હોય છે.
આ કારણે તમે તમારા ભાઇ માટે ઘરે જ સ્વાદીષ્ટ મલાઇ રબડી બનાવી શકો છો. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
ફુલ ક્રીમ દૂધ, ખાંડ, કેસરના તાંતણા, એલચી પાવડર, સમારેલા બદામ, પિસ્તા, કાજુ, ગુલાબજળ.
મલાઈ રબડી બનાવવા માટે સૌ પ્રથમ એક ઊંડા જાડા તળિયાવાળા વાસણમાં મધ્યમ આંચ પર ફુલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો.
દૂધ ઉકાળતી વખતે તેને સતત હલાવતા રહો જેથી તે વાસણના તળિયે ચોંટી ન જાય અને બળી ન જાય.
જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરો અને દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. દૂધ પાકી જાય અને અડધું થઈ જાય ત્યાં સુધી આ કરો.
આમ કરતા સમયે દૂધને ચમચી વડે હલાવતા રહો. હવે ગરમ દૂધમાં પહેલા પલાળીને રાખેલા કેસરના તાંતણા ઉમેરો. આ રબડીને સુંદર રંગ અને ખુશબુ આપશે.
હવે રબડીમાં એલાઇચી પાવડર, ખાંડ અને સમારેલા સૂકા મેવા ઉમેરો અને દૂધને વધુ 5 મિનિટ સુધી રાંધો જેથી ખાંડ રબડીમાં સારી રીતે ઓગળી જાય.
જ્યારે રબડી ઘટ્ટ થાય અને ક્રીમ તેમાં સારી રીતે ભળી જાય ત્યારે ગેસ બંધ કરો અને ઉપરથી ગુલાબજળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
હવે રબડીને સર્વ કરતા માટે વાસણમાં કાઢીને ઠંડુ થવા દો. પીરસતા પહેલા રબડીની ઉપર ઝીણા સમારેલા ડ્રાયફુટ્સથી સજાવો.