Skin Care Tips For Raksha Bandhan | રક્ષાબંધન પર પાર્લર જવાની જરૂર નથી, આ ફેસ પેક ઘરેજ બનાવો, ચમકી જશો !

Aug 05, 2025, 01:51 PM

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે. તહેવારમાં મહિલાઓ અગાઉથી તૈયાર કરે છે, સુંદર દેખાવા માટે તેઓએ પાર્લરના ખર્ચ કરે છે.

પરંતુ આજકાલ વપરાતી બ્યુટી પ્રોડક્ટસમાં ખુબજ કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યાં લોકો ફરીથી જૂના અને કુદરતી ઉપચારો તરફ પાછા ફરી રહ્યા છે.

રક્ષાબંધન પહેલા તમારે પાર્લરના ખર્ચા કરવાની જરૂર નથી, તમે ઘરેજ આ ફેસપેક બનાવી સ્કિન ગ્લો મેળવી શકો છો.

ગ્લોઈંગ સ્કિન માટે ઘરેલુ ઉપચાર જેમ કે હળદર, ચણાનો લોટ, મુલતાની માટી અને ગુલાબજળ હવે ફરીથી લોકોમાં લોકપ્રિય બની રહ્યું છે.

હળદર-ચણાના લોટની પેસ્ટ

1 ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર અને થોડું દૂધ અથવા ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો, બનાવેલ આ પેસ્ટ લગાવો અને 15 મિનિટ પછી હાથથી હળવા હાથે ઘસીને ધોઈ લો.

હળદર-ચણાના લોટની પેસ્ટના લાભ

ચહેરા પરથી ટેન દૂર કરે છે. રંગ સુધારે છે અને ત્વચાને ચમક આપે છે.

ગુલાબજળથી ટોનિંગ દૂર થશે

દરરોજ રાત્રે કોટનના ટુકડા પર ગુલાબજળ લગાવો, સ્કિનને તાજગી આપે છે. છિદ્રોને સાફ કરે છે અને ચહેરો તાજો દેખાય છે.

મુલતાની માટી ફેસ પેક

2 ચમચી મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો, 15 મિનિટ પછી ધોઈ લો, તે ઓઇલ ઘટાડે છે, ખીલ દૂર કરે છે અને સ્કિનને ઠંડક આપે છે.

એક્સપર્ટ શું કહે છે?

કોલકાતાના પ્રખ્યાત ત્વચારોગ વિજ્ઞાની ડૉ. એસ.બી. કાલા કહે છે, આજકાલ ઘણા દર્દીઓ મારી પાસે આવે છે જેઓ તેમની ત્વચા પર થતી પ્રતિક્રિયાઓથી ચિંતિત હોય છે.

એક્સપર્ટ શું કહે છે?

એક્સપર્ટ કહે છે કે 'હું તેમને મોંઘા પ્રોડક્ટસને બદલે ઘરેલું ઉપચાર અપનાવવાની સલાહ આપું છું. હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે અને ચણાનો લોટ સ્કિનને સાફ કરે છે.