Aug 01, 2025

રક્ષાબંધન પર બનાવો માત્ર 5 મિનિટમાં જ બનતી આ ઈન્સ્ટન્ટ મીઠાઈ

Ankit Patel

ઈન્સ્ટન્ટ મીઠાઈ

રક્ષાબંધન પર બહેનો ભાઈના હાથે રાખડી બાંધીને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરે છે.

Source: social-media

ઈન્સ્ટન્ટ મીઠાઈ

ત્યારે અત્યારે રક્ષાબંધન પર માર્કેટ અનેક પ્રકારની મીઠાઈઓ મળે છે. જોકે, બહેનો ઘરે પણ મીઠાઈ બનાવી શકે છે.

Source: social-media

ઈન્સ્ટન્ટ મીઠાઈ

આ રક્ષાબંધન પર માત્ર 5 મિનિટમાં જ તૈયાર થતી અને સુપર હેલ્ધી મીઠાઈ બનાવી શકે છે. નોંધી લો સરળ રેસીપી

Source: social-media

સામગ્રી

સેકેલા ચણા-1 કપ, 4-5 કાજુ, બે લીલી ઈલાયચી, અડધો કપ છીણેલો ગોળ, 2 ટેબલ સ્પુન મીલ્ક પાઉડર, દૂધ 1/4 કપ, નાળિયેર ઝીણ. ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશ માટે.

Source: freepik

સેકેલા ચણા પાઉડર કરવા

સૌથી પહેલા સેકેલો મોળા ચણા લો અને તેના ફોતરા કાઢી લો અને હવે એક મીક્સર જારમાં લો અને 4-5 કાજુ અને બે ઈલાયચી લઈને એકદમ ફાઈન પાઉડર બનાવો.

Source: freepik

છીણેલો ગોળ ઉમેરો

ચણાનો પાઉડર તૈયાર થઈ જાય ત્યારે તેમાં અડધો કપ છીણેલો ગોળ ઉમેરીને ફરીથી મીક્સર ચલાવીને પાઉડર બનાવો.

Source: freepik

મીલ્ક પાઉડર

ચણા અને ગોળનો સારો પાઉડર તૈયાર થાય ત્યારે તેમાં બે ચમચી મીલ્ક પાઉડર ઉમેરીને સારી રીતે મીક્સ કરો.

Source: freepik

દૂધ ઉમેરી લોટ બાંધો

દૂધ 1/4 કપ આ મીશ્રણમાં થોડુ થોડુ ઉમેરતા જઈને સારો કઢણ લોટ બાંધીશું.

Source: freepik

નાળિયેરની ઝીણું કોટિંગ કરો

લોટમાંથી ગુલ્લા બનાવીને તમારા મન પસંદ આકાર આપી શકો છો. ગોળ પેંડા જેવો આકાર આપીને તેના ઉપર નાળિયેરની ઝીણનું કોટિંક કરવો.

Source: social-media

પીસ્તાની કતરણથી ગાર્નિશ કરો

નાળિયેરના કોટિંગવાળા પેંડા તૈયાર થઈ જાય ત્યારે તેના ઉપર પીસ્તાની તરણથી ગાર્નિસ કરીશું અને સર્વ કરીશું.

Source: social-media

Source: social-media