Jul 24, 2025
રક્ષાબંધન જેવા તહેવારો મીઠાઈ વિના અધૂરા છે. પરંપરાગત ભારતીય મીઠાઈઓ ફક્ત તહેવારમાં સ્વાદ જ નહીં પરંતુ દરેક વાનગીમાં હૂંફ અને પ્રેમ પણ ઉમેરે છે.
આ રક્ષાબંધન પર બહેનો મીઠાશ ભેળવવા ઈચ્છો તો નાળિયેરમાંથી ફટાફટ બનતા લાડુની રેસીપી ટ્રાય કરી શકો છો.
નાળિયેરના લાડુ ઝડપથી બની જશે અને બનાવવા માટે માત્ર ત્રણ ચાર વસ્તુની જ જરૂર પડશે.
2 કપ છીણેલું નાળિયેર (તાજું કે સૂકું), 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 2 ચમચી ઘી, ½ ચમચી એલચી પાઉડર, સમારેલી બદામ (વૈકલ્પિક)
એક કડાઈમાં ઘી ગરમ કરો, બે કપ નાળિયેર છીણ ઉમેરો અને 2-3 મિનિટ માટે શેકો.
ત્યારબાદ મીશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મિશ્રણ ઘટ થાય ત્યા સુધી હલાવતા રહીને રાંધો.
મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે ઈલાયચી પાઉડર ઉમેરો અને સારી રીતે મીકસ કરીને ઠંડુ થવા દો.
લાડવાનું મીશ્રણ સહેજ ઠંડુ થાય ત્યારે હાથમાં ઘી લગાવીને તેના નાના નાના લાડુ તૈયાર કરવા.
ઉપરથી કોપરાની છીણ અને બદામની કતરણથી ગાર્નિશ કરો. આ લાડુ રક્ષાબંધનની થાળીમાં ચાર ચાંદ લગાવશે.