Jul 31, 2025

રક્ષાબંધન મીઠાઇ: દૂધ અને બ્રેડની મિલ્ક કેક રેસીપી

Ajay Saroya

રક્ષાબંધન મીઠાઇ રેસીપી

રક્ષાબંધન પર ભાઇ માટે બજારમાંથી ભેળસેળવાળી મીઠાઇ ખરીદવાના બદલે ઘરે પણ શુદ્ધ મીઠાઇ બનાવી શકાય છે. અહીં દૂધ અને બ્રેડ માંથી મિલ્ક કેક મીઠાઇ બનાવવાની રેસીપી આપી છે, જે તમારે ઘરે જરૂર ટ્રાય કરવી જોઇએ.

Source: social-media

મિલ્ક કેક રેસીપી બનાવવા માટે સામગ્રી

દૂધ, ખાંડ, બ્રેડ, ફ્રેશ ક્રિમ કે મિલ્ક પાઉડર, એલચી પાઉડર, ડ્રાયફુટ્સ

Source: social-media

બ્રેડક્રમ્બ બનાવો

બ્રેડ મિલ્ક કેક બનાવવા માટે સૌથી પહેલા ફ્રેશ બ્રેડના ટુટકડ કરો, પછી મિક્સર જારમાં પીસીને બારીક બ્રેડક્રમ્બ પાઉડર બનાવો

Source: social-media

ઘીમાં બ્રેડક્રમ્બ શેકો

એક કઢાઈમાં ઘી નાંખી બ્રેડક્રમ્બ સહેજ બ્રાઉન થાય ત્યાં શેકવી, શેકાયા બાદ તેને બાજુમાં રાખી મૂકો, બ્રેડક્રમ્બ શેકવાથી બ્રેડની વાસ આવશે નહીં

Source: social-media

ખાંડની ચાસણી બનાવો

મિલ્ક કેક બનાવવા માટે ગેસ ચાલુ કરી બીજી કઢાઈમાં ચમચી ઘી ઓગાળો, પછી તેમા 2 મોટી વાટકી ખાંડ ઉમેરી ચાસણી બનાવો

Source: social-media

ખાંડની ચાસણી બનાવો

કઢાઇમાં ખાંડની ચાસણી ચોંટી ન જાય તેની માટે ધીમે ધીમે હલાવતો રહો, ખાંડ ઓગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી પકવવા દો

Source: social-media

દૂધ ઉમેરો

તેમા 2 વાટકી દૂધ ઉમેરો, દૂધ ઉમેરતા ખાંડની ચાસણી કડક થવા લાગશે તેથી ધીમે ધીમે હલાવો, બંને ચીજ સારી રીતે મિક્સ થવી જોઇએ

Source: social-media

મલાઇ કે મિલ્ક પાઉડર ઉમેરો

ત્યાર પછી તેમા ફ્રેશ ક્રિમ કે મિલ્ક પાઉડર ઉમેરી પકવો

Source: social-media

બ્રેડક્રમ્બ ઉમેરો

હવે તેમા શેકલા બ્રેડક્રમ્બ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો, આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકો

Source: social-media

મિલ્ક કેક ફ્રિજરમાં મૂકો

એક કન્ટેનરમાં બટર મૂકી તેમા મિશ્રણ રેડો, તેની ઉપર ડ્રાયફુટ્સના ટુકડા ઉમેરી ગાર્નિશ કરો, મિલ્ક કેકને સેટ થવા માટે ફ્રિજર માં મૂકો

Source: social-media

ટેસ્ટી મિલ્ક કેક તૈયાર

મિલ્ક કેક ઠંડુ થવા બાદ કટર વડે નાના નાના ટુકડા કરી ખાવાની મજા માણો.

Source: social-media

Source: social-media