રક્ષાબંધનનો તહેવાર મીઠાઈ વગર અધુરો હોય છે. આ તહેવારમાં મીઠાઈ ભાઈ બહેનના સંબંધાં મીઠાશ ભેળવે છે.
ભાઈ બહેનના આ પવિત્ર તહેવાર પર બહેનો ભાઈ માટે ખાસ ઘરે મલાઈવાળો ગરમા ગરમ લાઈવ મોહનથાળ બનાવી શકે છે.
લાઈવ મોહનથાળને લિક્વિડ મોહનથાળ પણ કહેવા છે. આ મોહનથાળ બનાવવો એકદમ સરળ છે. તો ફટાફટ નોંધી લો રેસીપી
બે કપ બેશન, અડધો કપ ઘી, ત્રણ ચમચી દૂધ, એક કપ તાજી મલાઈ, એક કપ ખાંડ, એક કપ પાણી, કેસરના વાળા, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર, ફૂડ કલર.
સૌથી પહેલા વાસણમાં બે કપ બેશનને ચારણીથી ચાળી દો. તેમાં ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી દૂધ નાંકીને બરોબર મીક્સ કરીને દાણાદાર લોટ બનાવો.
ઘી અને દૂધ મીક્સ કરેલા લોટને ફરીથી મોટી ચારણી વડે ચાળી દો. જેથી લાઈવ મોહનથાળ દાણાદાર બનશે. હવે લોટને ઢાંકીને 2 કલાક રેસ્ટ કરવા દો.
હવે એક કઢાઈમાં અડધો કપમાં ત્રણ ચમચી ઓછું ઘી લઈને ધીમી ફ્લેમ પર લોટને શેકો, લોટ હલકો ગુલાબી રંગ અને સુગંધ આવે થાય ત્યાં સુધી શેકો.
લોટ સારી રીતે સેકાઈ જાય ત્યારે તેમાં એક કપ મલાઈ ઉમેરીને ધીમા તાપે શેકતા રહો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. ઘી છૂટું પડે ત્યાં સુધી શેકતા હોત. ઘી છૂટું પડે ત્યારે ગેસ બંધ કરી દો.
એક પેનમાં એક કપ પાણી અને એક કપ ખાંડ નાંખીને ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરો. તેમાં એક ચમચી ઈલાયચી, કેસરના વાળા, થોડો ફૂડ કલર અને જાયફળ પાઉડર ઉમેરો. ઘટ ચાસણી બનાવો.
હવે તૈયાર કરેલા કાચા મોહનથાળને ગેસ પર મુકીને તેમાં ચાસણી ઉમેરી ધીમા તાપે શેકો. ફરીથી ઘી છૂંટુ પડે ત્યા સુધી શેકતા રહો. ગેસ બંધ કરીને ઠંડો થવા દો.
લાઈવ કે લિક્વિડ મોહનથાળને ઘીમાં સાંતળેલા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિસ કરો અને ભાઈને પ્રેમથી જમાડો.