Aug 08, 2025
રક્ષાબંધન પર બહેન ભાઈને મીઠાઈ ખવડાવીને મોંઢું મીઠું કરે છે. ત્યારે માર્કેટમાં મળતી મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
આ રક્ષાબંધન પર બહેનોએ ઘરે બનાવેલો સુરણનો હલવો ખવડાવી શકે છે. જે સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે.
સામાન્ય રીતે સુરણનું શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે. પરંતુ તમે ક્યારેય સુરણનો હલવો ખાધો છે? આ હલવો બનાવવો એકદમ સરળ છે.
250 સુરણ, 1 વાટકી ખાંડ, 4 ચમચી ઘી, 1 ચમચી એલચી પાઉડર, જરૂર મુજબ બદામ (પરિવારના સભ્યો પ્રમાણે સામગ્રીના માપમાં વધઘટ કરી શકાય.)
250 ગ્રામ સુરણ લઈને તેને સારી રીતે ધોઈને છોલીને ટૂકડા કરીને કૂકરમાં મુકીને સારી રીતે બાફી લો.
સુરણ સારી રીતે બફાઈ જાય ત્યારે થોડું ઠંડુ થવા દઈને સારી રીતે મેશ કરી દો. ત્યારબાદ કઢાઈમાં ઘી લઈને સુરણ ઉમેરી શેકો. સુરણ સોનેરી રંગનું થાય ત્યાં સુધી રાંધો.
સુરણ સોનેરી થાય ત્યારે ખાંડ અને પાણી ઉમેરો અને રાંધો. હલવામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહીને રાંધવાનો છે.
કઢાઈમાં ઘી છૂટું પડવા લાગે ત્યારે તમને પસંદ હોય એ ડ્રાયફ્રૂટ્સ નાંખી અને એક ચમચી ઈલાયચી પાઉડર નાંખી થોડી વાર રાંધો.
આમ સુરણનો હલવો તૈયાર થઈ જશે અને તેને ડ્રાયફ્રૂટ્સની કતરણ વડે ગાર્નિસ કરીને સર્વ કરો