રક્ષાબંધન પર બહેનો પોતાના વ્હાલા ભાઈ માટે કંઈના કંઈ મીઠાઈ બજારમાંથી કે પછી ઘરે બનાવે છે.
આ રક્ષાબંધન પર ભાઈ માટે શું ખાસ બનાવવું એ પ્રશ્ન થતો હોય તો બહેનો ફ્રૂટ સલાડ ટ્રાય કરી શકે છે.
ફ્રૂટ સલાડ ફટાફટ બનતી મીઠાઈ છે. થોડા ફ્રૂટ્સ અને ગણતરીની વસ્તુઓથી ફટાફટ બની જાય છે. તો નોંધી લો રેસેપી
કન્ડેસ્ક મીલ્ક પાઉડર, 1 લીટર દૂધ, એક કપ ખાંડ, કેસરના વાળા, થોડા ડ્રાયફ્રૂટ્સ (ઓપ્શનલ છે) જે ફ્રૂટ ભાવતા હોય એ ઝીણા સમારેલા
એક તપેલીમાં એક લીટર દૂધ નાંખો અને ધીમા તાપે ઉકળવા દો. દૂધને ધીમે ધીમે હલાવતા રહો એટલે નીચે દાઝી ન જાય.
હવે કન્ડેન્સ્ક મીલ્ક પાઉડરને એક નાની વાટકીમાં દૂધ સાથે સારી રીતે ઓગળી જાય ત્યારે આ દૂધ ઉકળતા દૂધમાં નાંખીને હલાવો.
દૂધ બરાબર ઉકળે ત્યારે તેમાં એક કપ ખાંડ ઉમેરો અને સાથે જ કેસરવાળું થોડું દૂધ પણ ઉમેરીને હલાવતા રહો. દૂધ થોડું ઘટ થાય ત્યારે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
દૂધ ઠંડૂ થાય ત્યારે જરૂર પ્રમાણે ઝીઝા સમારેલા ફ્રૂટ્સ ઉમેરવા અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિસ કરીને સર્વ કરો.