રક્ષાબંધન પર ઘરે બનાવી ભાઈને ખવડાવો હૈદરાબાદી ખીર, સાદી રેસીપી

Jul 26, 2025, 12:49 PM

હૈદરાબાદી ખીર

રક્ષાબંધનનો તહેવાર મીઠાઈ વગર અધુરો છે. ત્યારે મીઠાઈ ભાઈ બહેન વચ્ચેના પ્રેમમાં મીઠાશ ઉમેરે છે.

હૈદરાબાદી ખીર

બહેનો રક્ષાબંધનના આ ખાસ દિવસ પર ભાઈ માટે કંઈ અલગ મીઠાઈ બનાવવાનું વિચારો છો તો હૈદરાબાદી ખીર ચોક્કસ ટ્રાય કરાય.

સામગ્રી

ફુલ ક્રીમ દૂધ - 1લિટર, બાસમતી ચોખા - 1/4 કપ, ખાંડ - 1/2 થી 3/4 કપ (સ્વાદ મુજબ), કન્ડેન્સ્ડ દૂધ (વૈકલ્પિક) - 1/4 કપ (વધુ ઘટ્ટતા માટે)

સામગ્રી

એલચી - 4 થી 5 , કેસર - એક ચપટી,બદામ - 8-10, કાજુ - 8-10 (સમારેલા), કિસમિસ - 1 ચમચી, ઘી - ૧ ચમચી ગુલાબ પાણી અથવા કેવડાનું પાણી - 1 ચમચી (વૈકલ્પિક)

કેસર અને ચોખા તૈયાર કરવા

બાસમતી ચોખાને ધોઈને 30 મિનિટ માટે પલાળી રાખો. કેસરના વાળા ગરમ દૂધમાં પલાળી રાખો.

દૂધ ગરમ કરવું

ભારે તળિયાવાળા તપેલામાં દૂધ ગરમ કરો અને તેને ઉકાળો. પલાળેલા ચોખાને ગાળી લો અને તેને ઉકળતા દૂધમાં ઉમેરો.

ધીમા તાપે રાંધો

દૂધ અને ચોખાના મીશ્રણને ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહીને પકાવો.દૂધ દાઝી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. ચોખા નરમ થાય અને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો.

કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો

ચોખા રાંધાઈ જાય અને દૂધ ઘટ્ટ થાય પછી, સ્વાદ પ્રમાણે ખાંડ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને 5-10 મિનિટ સુધી ધીમા તાપે રાંધો.

ડ્રાયફ્રૂટ્સ ઉમેવરો

એલચી પાવડર, કેસરનું દૂધ અને ગુલાબજળ/કેવડાનું પાણી (જો વાપરી રહ્યા હોવ તો) ઉમેરો. ઘીમાં સાંતળેલા ડ્રાયફ્રૂટ્સને ઝીંણા કાપીને ઉમેરો.

સર્વ કરો

આ પ્રમાણે સારી ખીર તૈયાર થાય ત્યારે બાઉલમાં કાઢીને સર્વ કરો.