રક્ષાબંધનનો તહેવાર મીઠાઈ વગર અધુરો છે. ત્યારે ભાઈ અને બહેનના સંબંધમાં મીઠાશ ભળે છે.
ભાઈના હાથે રાખડી બાંધીને બહેનો મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરતી હોય છે. અને લાંબા આયુષ્યની કામના કરે છે.
આ રક્ષાબંધન ઉપર બહેનો એ વધારે માથાકુટ વગર ફટાફટ બનતા મલાઈ પેંડા ઘરે ટ્રાય કરવા જોઈએ.
મલાઈ પેંડા મુખ્ય ત્રણ વસ્તુથી બની જાય છે. અને બનવામાં પણ સરળ છે તો ફટાફટ રેસીપી નોંધી લો.
1 કપ માવો, ½ કપ ખાંડ (સ્વાદ મુજબ), 2 ચમચી દૂધ, ¼ ચમચી એલચી પાઉડર, ગરમ દૂધમાં પલાળેલા કેસરના થોડા વાળા, ઝીણા સમારેલા પિસ્તા (સજાવટ માટે)
એક કઢાઈમાં માવાને ધીમા તાપે ગરમ કરતા હરો. અને થોડો રંગ બદલાય ત્યારે તેમાં ખાડ અને દૂધ ઉમેરો.
આ મીશ્રણને ધીમા તાપે હલાવતા રહેવું અને જ્યાં સુધી એકદમ ઘટ્ટ ન થાય ત્યાં સુધી શેકતા રહેવું.
મીશ્રણ ઘટ્ટ થાય ત્યાર તેમાં ઈલાયચી પાઉડર અને કેસરનું દૂધ ઉમેરીને ફરીથી થોડી વાર શેકતા રહેવું.
મીશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેને ગેસ પરથી ઉતારીને ઠંડું થવા દો. ઠંડુ થયા બાદ મીશ્રણમાંથી ગુલ્લા બનાવી પેંડાનો આકાર આપો. અને પીસ્તાથી ગાર્નિશ કરો.
બજારમાં મળતા પેંડાને પણ ટક્કર આપે એવા મલાઈ પેંડા તૈયાર છે. આ પેંડા રક્ષાબંધન પર ભાઈ-બહેનના સંબંધમાં મીઠાશ ભેળવશે.