Jul 17, 2025
લોકો ઘણીવાર ખાસ પ્રસંગ માટે મીઠાઈ બનાવવા અથવા તહેવારો માટે ખાસ મીઠાઈ બનાવવા વિશે મૂંઝવણમાં મુકાય છે.
બદામની બરફી આ પ્રસંગો માટે યોગ્ય છે અને હંમેશા લોકોના દિલ જીતી લે છે. આ રક્ષાબંધન પર બહેનો ભાઈનું મોઢું મીઠું કરવા બદાન બરફી બનાવી શકે છે.
આ બરફી સરળતાથી બનાવી શકો છો અને તેનો સ્વાદ એવો છે કે તમે તેને દરેક ખાસ પ્રસંગ માટે વારંવાર બનાવશો.
બદામ અને એલચીની સુગંધથી ભરેલી આ મીઠાઈ એક સંપૂર્ણ મીઠાઈ છે. તો ફટાફટ સિમ્પલ રેસીપી નોંધી લો.
બદામ - 1 કપ, દૂધ - અડધો કપ, ઘી - 2 થી 3 ચમચી, ખાંડ - સ્વાદ અનુસાર, એલચી પાવડર - અડધી ચમચી
એક કપ બદામને 6-8 કલાક કે આખી રાત પાણીમાં પલાળી રાખો.બદામને છાલ કાઢીને મિક્સરમાં નાખો અને દૂધ ઉમેરીને ફાઈન પેસ્ટ બનાવો.
એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં બદામની પેસ્ટ ઉમેરો. તેને મધ્યમ તાપ પર સતત હલાવતા રાંધો. તેમાં ખાંડ ઉમેરો અને રાંધો.
તૈયાર કરેલી બદામની પેસ્ટમાં એલચી પાવડર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. બાકીનું ઘી ઉમેરો અને મિશ્રણ તપેલીમાંથી નીકળે ત્યાં સુધી રાંધો.
હવે તૈયાર કરેલા મિશ્રણને ઘીથી કોટેડ પ્લેટમાં રેડો અને તેને સારી રીતે સેટ કરો. તેના પર બારીક સમારેલી બદામ અને કાજુથી ગાર્નિસ કરો.
પ્લેટમાં મીશ્રણ ઠંડુ થાય ત્યારે ઈચ્છિત આકારમાં કાપો અને પ્લેટમાં કાઢો. રક્ષાબંધનમાં વધારે મીઠાશ આપવા બદામ બરફી તૈયાર છે.