રક્ષાબંધન પર ભાઇને કાજુ કતરી નહીં કાજુ કમલ ભોગ મીઠાઇ ખવડાવો

Jul 28, 2025, 03:26 PM

કાજુ કમલ ભોગ મીઠાઇ

રક્ષાબંધન પર બજારની ભેળસેળવાળી મીઠાઇના બદલે તમારે ઘરે શુદ્ધ મીઠાઇ બનાવવી જોઇએ. અહીં માવા વગર એક સ્પેશિયલ કાજુ કમલ ભોગ મીઠાઇ બનાવવાની રેસીપી આપી છે. માત્ર કાજુ માંથી બનેલી આ મીઠાઇમાં માવાના ભેળસેળની પણ ચિંતા રહેતી નથી.

કાજુ કમલર ભોગ મીઠાઇ સામગ્રી

કાજુ, ખાંડ, પાણી એલચી પાઉડર, ચાંદીની વરખ

કાજુનો પાઉડર બનાવો

કાજુ ભોગ મીઠાઇ બનાવવા માટે સૌથી પહેલા કાજુ મિક્સર જારમાં પીસીને બારી પાઉડર બનાવો, પછી તેને ચારણી વડે ચાળી લો

ચાસણી બનાવો

ગેસ ચાલુ કરી હવે એક પેનમાં પાણી નાંખો, પછી તેમા ખાંડ ઓગાળો

કાજુ પાઉડર શેકો

હવે તેમા કાજુ પાઉડર ઉમેરી બરાબર શેકો, ખાંડ વાળી શોષાઇ ઘટ્ટ કાજુનો લોટ રહે ત્યાં સુધી શેકવું

3 ભાગ પાડો

પછી કાજુના લોટના 3 સરખા ભાગ પાડો

ફૂડ કલર ઉમેરો

હવે દરેક ભાગમાં ફૂડ કલર ઉમેરો, આમ કુલ 3 રંગનો કાજુ લોટ તૈયાર થશે

બોલ બનાવો

હવે દરેકના નાના બોલ બનાવો

કાજુ કમલ ભોગ બનાવો

હાથ વડે એક બોલને ચપોટો કરી તેની અંદર બીજો બોલ મૂકો, આમ એક પછી એક 3 કલરનું પડ કરો

ચાંદીની વરખ ચઢાવો

પછી દરેક બોલ પર ચાંદીની વખર ચઢાવો

6 ભાગમાં કટ કરો

છેલ્લે આ બોલને ઉપરથી કટર વડે 6 ભાગમાં કટ કરો

કાજુ કમલ ભોગ મીઠાઇ તૈયાર

રક્ષાબંધન માટે શુદ્ધ કાજુ ભોગ મીઠાઇ તૈયાર છે. ઘરે બનાવેલા કાજુ ભોગ મીઠાઇ ફ્રિજમાં 4 થી 6 દિવસ સુધી ફ્રેશ રહે છે.